Last Updated on by Sampurna Samachar
અમદાવાદના નિકોલમાં અસમાજીક તત્વોનો આતંક
પોલીસ જાણીજોઇને સ્થાનિક બુટલેગરને બચાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેથી જ ફરિયાદમાં કડકકલમોનો ઉમેરો કરવામાં આવ્યો નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના નિકોલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતી એક ચોંકાવનારી ઘટના સામે આવીછે. વિસ્તારમાં સક્રિય અસામાજિક તત્વો અને કથિત બુટલેગરે એક યુવક સહિત માસૂમ બાળક પર હિંસકહુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે, આ ઘટનામાં પોલીસની ભૂમિકા સામે પણગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, નિકોલમાં સ્થાનિક બુટલેગર અને તેના સાગરીતોએ સામાન્ય બાબતે ઉશ્કેરાઈને એકનિર્દોષ યુવક અને તેની સાથે રહેલા નાના બાળક પર હુમલો કર્યો હતો. અસામાજિક તત્વોએ જાહેરમાં આતંકમચાવી બાળકને પણ નિશાન બનાવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફરિયાદીનો આક્ષેપ છે કેહુમલાખોર વિસ્તારનો જાણીતો બુટલેગર છે અને તે અવારનવાર લોકોને ડરાવવા–ધમકાવવાનું કામ કરે છે.
હુમલો જીવલેણ હોવા છતાં પોલીસે આરોપી વિરુદ્ધ માત્ર સામાન્ય કલમો હેઠળ જ ગુનો નોંધ્યો
આ મામલે જ્યારે ભોગ બનનાર પરિવાર નિકોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો, ત્યારે પોલીસની કાર્યવાહીથી તેઓ સંતુષ્ટ જણાયા ન હતા. ફરિયાદીએ ગંભીર આરોપ લગાવ્યો છે કે, હુમલો જીવલેણ હોવા છતાં પોલીસે આરોપી વિરુદ્ધ માત્ર સામાન્ય કલમો હેઠળ જ ગુનો નોંધ્યો છે. આક્ષેપ એવો પણ છે કે પોલીસ જાણીજોઇને સ્થાનિક બુટલેગરને બચાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેથી જ ફરિયાદમાં કડક કલમોનો ઉમેરો કરવામાં આવ્યોનથી.
શહેરમાં સતત વધતી જતી ગુંડાગીરી અને તેમાં પણ જ્યારે પોલીસ પર જ બુટલેગરોને છાવરવાના આક્ષેપ લાગેત્યારે સામાન્ય જનતાની સુરક્ષા પર મોટું પ્રશ્નાર્થ ચિન્હ ઉભું થાય છે.