બારેજા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ

દરમિયાન મૃતકે મહિલાએ વારંવાર હાર પરત માંગવા છતાં પ્રેમી સમીરે સોનાનો હાર પાછો આપ્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)​

અમદાવાદના બારેજા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાએ પ્રેમ પ્રકરણ અને પોતાની સગી બહેને પહેરવા માટે આપેલા સોનાના હારના વિવાદમાં ફસાઈને ઘઉંમાં નાખવાની ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. સાસરીયાઓનો ત્રાસ અને પ્રેમીએ આપેલા દગાના કારણે પરિણીતાએ પ્રકારનું પગલું ભર્યું હોવાનું જણાય છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને એક મહિલા સહિત૪ની ધરપકડ કરી છે.

સમગ્ર મામલે મૃતક મહિલાના બાવળાના ૩૦ વર્ષીય ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની નાનીબહેનના લગ્ન વર્ષ ૨૦૧૭માં બારેજા ખાતે રહેતા અમિત રમેશભાઈ બેલદાર સાથે થયા હતા. ગત ૮મી માર્ચ, ૨૦૨૬ના રોજ ફરિયાદીને તેના બનેવી અમિતનો ફોન આવ્યો હતો. જેમાં અમિતે જાણવા મળ્યું હતું કે, ‘તમારી બહેને ઘરમાં પડેલી ઝેરી દવા પી લીધી છે. તેને બારેજાની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટેઅમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.‘

પત્ની સાથે મારઝૂડ કરી હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા

મળતી માહિતી મુજબ, એક પ્રસંગ દરમિયાન મૃતક મહિલાને તેની મોટી બહેને પહેરવા માટે સોનાનો હાર આપ્યોહતો. પરંતુ બારેજામાં રહેતા સમીર ઉર્ફે ગુડ્ડુ કાદરખાન નામના શખસ સાથે પ્રેમ સંબંધ હોવાથી મૃતકે મહિલાએ સોનાનો હાર સમીરને આપી દીધો હતો. કે, પછી સમીરે પોતાના ભાઈ મુસ્તુફા મારફતે હારબારેજામાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ગીરવે મૂકી દીધો હતો. દરમિયાન મૃતકે મહિલાએ વારંવાર હારપરત માંગવા છતાં પ્રેમી સમીરે સોનાનો હાર પાછો આપ્યો હતો.

બીજી તરફ, મોટી બહેન સોનાના હારની માંગણી કરી રહી હતી. જેમાં સોનાનો હાર પરત આવતા મૃતકના પતિ અમિત અને સાસુ મંજુલાબેન ઉર્ફે ટીનીબેને મૃતક પર હાર પરત લાવી મોટી બહેનને આપી દેવા દબાણ કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એટલું નહીં, ઘટનાના દિવસે ઘરની બહાર અમિતે પત્ની સાથે મારઝૂડ કરી હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

આમ, એક તરફ પ્રેમી દ્વારા વિશ્વાસઘાત અને બીજી તરફ પતિસાસુનો ત્રાસ તેમજ આબરૂ જવાની બીકથીકંટાળીને મૃતકે ઝેરી દવા પી લીધી હતી. સમગ્ર કેસ મામલે પોલીસે મૃતકના પતિ અમિત, સાસુ મંજુલાબેન ઉર્ફેટીનીબેન અને પ્રેમી સમીર ઉર્ફે ગુડ્ડુ એમ કુલ લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.