Last Updated on by Sampurna Samachar
આ મુલાકાત બન્ને દેશના ભવિષ્યના સંબંધો માટેની પરિક્ષા સમાન
સરહદ વિવાદનું સમાધાન અને સંબંધોમાં નવી દિશા માટે દ્વાર ખોલ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સપ્ટેમ્બરમાં તિયાનજિનમાં યોજાનાર SCO સમિટમાં ભારત અને ચીન વચ્ચે મુલાકાત થનાર છે. વડાપ્રધાન મોદી અને જિનપિંગની મુલાકાત બન્ને દેશના ભવિષ્યના સંબંધો માટેની પરિક્ષા સમાન હશે. હાલમાં જ ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારત પ્રવાસે આવ્યા હતા. અહીં તેઓએ PM મોદી, વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર અને એનએસએ અજિત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. અને જણાવ્યુ હતુ કે, આ મુલાકાતે સરહદ વિવાદનું સમાધાન અને સંબંધોમાં નવી દિશા માટે દ્વાર ખોલ્યા છે.

ભારત અને ચીનના સંબંધો હવે નવી કહાની લખી રહ્યા છે. બીજિંગથી દિલ્હી સુધી વાતચીત માટે નવો દૌર શરુ થયો છે. અને આ બધાની વચ્ચે પીએમ મોદી અને શી જિનપીંગની મુલાકાત પર રાજનૈતિક નિષ્ણાંતોની નજર છે. દિલ્હીમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કર્યા બાદ હવે આગામી તબક્કો તિયાનજિન છે.
સંપૂર્ણ રીતે વિશ્વાસ મેળવવો હજુ ક્યાંક કચાશ સાબિત કરે
સપ્ટેમ્બરમાં આયોજિત થનાર SCO સમિટમાં પીએમ મોદી અને શી જિનપિંગ આમને-સામને આવશે. મુલાકાત દરમિયાન સરહદ તણાવ, વેપાર, વીઝા નિયમો અને સંપર્ક વધારવા અંગેના મુદ્દાઓ સામેલ છે. પીએમ મોદી અને જિનપિંગ બેઠક દરમિયાન બન્ને દેશ માટે નવા એજંડા નક્કી કરશે. જેમાં LAC પર શાંતિ અને સ્થિરતા, કૈલાશ માનસરોવર યાત્રાનો વિસ્તાર, વીઝા નિયમો સરળ કરવા, નદીઓના જળ પ્રવાહ મામલે કરાર અંગેના મુદ્દાઓ સામેલ હશે.
રેયર અર્થ મટેરિયલ મોબાઇલ, લેપટોપ, ઇલેક્ટ્રિક કાર અને ડિફેન્સ ટેક્નોલોજીમાં રેયલ અર્થ મેટલ પ્રાથમિક જરુરીયાત છે. ચીન દુનિયાને ૯૦ ટકા સામાન મોકલે છે. જેના કારણે ચીન પર દુનિયાની ર્નિભરતા વધી જાય છે. ભારત માટે ટનલ બોરિંગ મશીન, મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ કરોડરજ્જુ સમાન છે. તેવામાં ચીન પરથી પ્રતિબંધ હટાવવો એ ભારત માટે વિકાસની ગતિ તેજ કરવા સમાન રહેશે.ભારત અને ચીનના સંબંધોમાં ડોકલામ અને ગલવાની સમસ્યાએ ખટાશ પેદા કરી હતી.
બન્ને દેશ વચ્ચેની સૈન્ય અને કૂટનીતિની વાતચીત બાદ વર્તમાન સમયમાં સંબંધો થોડા સુંવાળા બન્યા છે. પરંતુ સંપૂર્ણ રીતે વિશ્વાસ મેળવવો હજુ ક્યાંક કચાશ સાબિત કરે છે. તેથી બન્ને દેશ વચ્ચેની મુલાકાત ટર્નિંગ પોઇન્ટ સાબિત કરી શકે છે. ચીનના વિદેશ મંત્રીની ભારત મુલાકાત અને પીએમ મોદીએ સમિટ માટે સ્વીકારેલુ આમંત્રણ સકારાત્મક ભૂમિકા તરફ સંકેત આપતુ હોવાનુ જોવા મળી રહ્યુ છે.