મલેશિયામાં રહેતા ભારતીયો માટે એક નવું કોન્સ્યુલેટ ખોલશે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

મલેશિયા પ્રવાસ દરમિયાન PM મોદી અને PM અનવર વચ્ચે ડીલ

ભારત-મલેશિયા સંબંધો માટે એક નવી ઊંચાઈ ગણાવી

(સંપૂર્ણ સમાચાર સેવા)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાના પ્રવાસ દરમિયાન મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં બંને દેશોએ વેપાર, સુરક્ષા અને ટેકનોલોજી સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. વડાપ્રધાન મોદીએ આ મુલાકાતને ભારત-મલેશિયા સંબંધો માટે એક નવી ઊંચાઈ ગણાવી છે.

સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં PM મોદીએ જણાવ્યું કે, બંને દેશો વચ્ચે આર્થિક અને ડિજિટલ ભાગીદારી મજબૂત કરવા પર સહમતી બની છે. સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ , ડિજિટલ ટેકનોલોજી અને બાયોટેકનોલોજીમાં સાથે મળીને કામ કરવા ર્નિણય લેવાયો છે. મલેશિયામાં વસતા ભારતીયોની સુવિધા માટે ભારત ત્યાં એક નવું કોન્સ્યુલેટ ખોલશે. આ ઉપરાંત મલેશિયામાં હવે ભારતીય પર્યટકો માટે UPI ડિજિટલ ઇન્ટરફેસ ઉપલબ્ધ થશે, જે નાણાકીય વ્યવહારને અત્યંત સરળ બનાવશે.

મલેશિયાને ASEAN ના સફળ અધ્યક્ષપદ બદલ અભિનંદન પાઠવ્યા

મલેશિયામાં વસતા ૩૦ લાખથી વધુ ભારતીય ડાયસ્પોરાને PM મોદીએ મોટી તાકાત ગણાવી હતી. નાગરિકોની સુવિધા માટે મહત્ત્વના ર્નિણયો લેવામાં આવ્યા છે. જેમ કે, બંને દેશો વચ્ચે પ્રવાસન વધારવા માટે મફત ઈ-વીઝાની સુવિધા. મલેશિયામાં કામ કરતા ભારતીય શ્રમિકોના રક્ષણ માટે સામાજિક સુરક્ષા કરાર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી એક્સચેન્જ અને સ્ટાર્ટઅપ કનેક્ટ દ્વારા યુવાનો માટે નવી તકો ઊભી કરવામાં આવશે.

PM મોદીએ મલેશિયાને ASEAN ના સફળ અધ્યક્ષપદ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર વિશ્વના વિકાસ એન્જિન તરીકે ઉભરી રહ્યું છે અને ભારત-મલેશિયા સાથે મળીને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે કામ કરશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.