Last Updated on by Sampurna Samachar
બાળકી અચાનક સામે આવી જતા અકસ્માત સર્જાયો
બાળકીને ગંભીર ઈજા પહોંચી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલ વાલીઓ બેદરકાર હોય તેમ બાળકોને રસ્તા પર રમવા મોકલી દે છે. આવામાં બાળકો રસ્તા પર રમવામાં મશગુલ થઈ જવાના કારણે આસપાસના વાહનો વચ્ચે આવી જાય છે. જે કારણે અકસ્માત સર્જાતા હોય છે. આવો જ એક અકસ્માત સાબરકાંઠામાં સર્જાયો છે. જેમાં એક સ્કુટી ચાલક રસ્તામાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રસ્તા વચ્ચે રમતી બાળકી અચાનક સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો.

ઘટનાની મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી ઈન્દ્રનગર સોસાયટીના રોડ પર બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન એક સ્કૂટી રસ્તા પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન એક બાળકી અચાનક સ્કૂટી આગળ આવી ગયું હતું. જે કારણે અકસ્માત સર્જાયો હતો.
સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા
આ ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અકસ્માત બાદ સ્કૂટીચાલક ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં બાળકી અચાનક સ્કૂટી સામે આવી જતી જોવા મળી રહી છે.