ભાજપ- RSS  નેતા ગણાવતા શખ્સે બાપ-દીકરાને બેરહમીથી માર માર્યો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

પીડિત દીકરાની PCR કોલનો ઓડિયો સામે આવ્યો

ધોળા દિવસે રસ્તા વચ્ચે ગુંડાગીરી જોવા મળી

(સંપૂર્ણ સમાચાર સેવા)

દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાંથી એક અત્યંત સનસનાટીભર્યો અને શરમજનક મામલો સામે આવ્યો છે,  જેણે રાજધાનીની કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ધોળા દિવસે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ ગુંડાગીરી જોવા મળી હતી.

આરોપ છે કે પોતાની જાતને ભાજપ- RSS ના નેતા ગણાવતા એક શખ્સે તેના સાથીઓ સાથે મળીને એક બાપ-દીકરાને ર્નિદયતાથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો CCTV વીડિયો અને પીડિત દીકરાની PCR કોલનો ઓડિયો પણ સામે આવ્યો છે, જેણે લોકોને હચમચાવી દીધા છે.

આ ઘટના બાદ વિસ્તારમાં ડરનો માહોલ

વાયરલ થયેલા કેમેરા ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દબંગો પહેલા પીડિત યુવકને તેના ઘરમાંથી બળજબરીથી બહાર ખેંચે છે અને પછી તેને રસ્તા પર ઢસડીને લઈ જાય છે. પીડિતની ચીસો અને કાકલૂદી છતાં, આરોપીઓ તેને સતત મારતા રહે છે.

આખી ઘટના રહેણાંક વિસ્તારમાં બની હોવા છતાં અને આસપાસ ઘણા લોકો હાજર હોવા છતાં, કોઈએ પણ પીડિતને બચાવવાની હિંમત કરી નહીં. કેમેરામાં આગળ દેખાય છે કે દબંગોએ યુવકને રસ્તા પર નગ્ન કરી દીધો અને પછી લાતો, મુક્કા અને થપ્પડ વડે તેને ર્નિદયતાથી મારવાનું શરૂ કર્યું. આશ્ચર્યની વાત એ છે કે આ દરમિયાન રસ્તા પર હાજર લોકો માત્ર તમાશો જોતા રહ્યા.

આ મામલે પીડિત દ્વારા કરવામાં આવેલી PCR કોલનો ઓડિયો પણ સામે આવ્યો છે, જેમાં પીડિત દીકરો પોલીસ પાસે મદદની ભીખ માંગતો સંભળાય છે. તે કહી રહ્યો છે કે, “સર, જલ્દી આવો, આ લોકો મારા પપ્પાને મારી નાખશે…” તે એ પણ જણાવી રહ્યો છે કે તે એક કલાકથી પોલીસને ફોન કરી રહ્યો છે, પરંતુ કોઈ મદદ પહોંચી નથી.

આ ઓડિયો પોલીસના રિસ્પોન્સ ટાઈમ અને સંવેદનશીલતા પર ગંભીર સવાલો ઉભા કરે છે. થોડા સમય પછી બાઇક પર પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, પરંતુ આરોપીઓ પર તેની કોઈ અસર જાેવા મળી નહીં. કેમેરા ફૂટેજમાં જોઈ શકાય છે કે પોલીસના આવ્યા પછી પણ આરોપીઓ છાતી કાઢીને ત્યાં જ ઉભા રહ્યા. આ દ્રશ્ય દિલ્હી પોલીસની કાર્યપ્રણાલી પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું કરે છે. વીડિયોમાં એક પોલીસકર્મી પીડિતને તેના કપડાં ઉઠાવીને આપતો પણ દેખાઈ રહ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, પીડિત રાજેશ ગર્ગના ઘરમાં એક જિમ ખોલવામાં આવ્યું હતું, જેને લઈને બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આરોપ છે કે આ જ જૂની અદાવતમાં દબંગોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

આ મામલે વિકાસ યાદવ, શુભમ યાદવ, ઓમકાર યાદવ અને પિન્ટુ યાદવ સહિત અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે મુખ્ય આરોપી સતીશ યાદવની ધરપકડ કરી લીધી છે. જાેકે, ઝ્રઝ્ર્ફ ફૂટેજમાં મારપીટ કરતા દેખાતા અન્ય ઘણા લોકો હજુ ફરાર છે, જેમની ધરપકડ માટે ત્રણ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસે આ મામલે BNSS ની કલમ ૧૧૫(૨), ૧૨૬(૨), ૩૨૯(૪), ૩૩૩, ૭૪, ૩૫૧(૩), ૭૯ અને ૩(૫) હેઠળ કેસ નોંધ્યો છે. આ ઘટના બાદ વિસ્તારમાં ડરનો માહોલ છે અને પીડિત પરિવાર અત્યંત ભયમાં છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.