Last Updated on by Sampurna Samachar
સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં સગીર આરોપીને હાઈકોર્ટે જામીન આપ્યા
આરોપી કિશોરના પિતા દ્વારા ૧૦ હજારના વ્યક્તિગત બોન્ડ રજૂ કરવાની શરતે જામીન પર મુક્ત કરવામાં આવેછે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં આરોપી વિદ્યાર્થીને જામીન આપવામાં આવ્યા છે. સરકાર તરફથીજામીન નહીં આપવા માટે રજૂઆત કરાઈ હતી. આરોપી સતત તણાવમાં રહેતા કોર્ટે રાહત આપી છે. હાઈકોર્ટેઆરોપી વિદ્યાર્થીના જામીન મંજૂર કર્યા છે. અમદાવાદની નીચલી કોર્ટે જામીન અરજી ફગાવી દીધા બાદહાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. જેથી હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા હતાં.

આરોપી વિદ્યાર્થિની જામીન અરજીને લઈને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલા પ્રોબેશન રિપોર્ટમાં મોટો ખુલાસોથયો છે. આરોપી વિદ્યાર્થી અગાઉ ઓબ્ઝર્વેશનમાંથી ફરાર થયો હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. આઉપરાંત હત્યાની ઘટના પહેલા પણ મૃતક કિશોર આરોપી કિશોરને હેરાન કરતો હતો. હત્યાની ઘટના બાદ સ્કૂલદ્વારા આરોપી વિદ્યાર્થીને કાઢી મુકવામાં આવ્યો હતો.
પ્રોબેશન અધિકારીએ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો
અમદાવાદ સેવન્થ ડે સ્કૂલના આ કેસની સુનાવણી જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ સમક્ષ ચાલુ થઈ ગઈ છે. આ કેસનીચાર્જશીટમાં કૂલ ૫૫ સાક્ષીઓમાંથી ૧૭ જેટલા સાક્ષીઓને તપાસાયા છે. સમગ્ર કેસમાં પ્રોબેશન અધિકારીએ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો.
રાજ્ય સરકારે જામીન અરજીનો વિરોધ કરી જામીન નહીં આપવા રજૂઆત કરી હતી. કેસની સુનાવણીમાં કોર્ટેકહ્યું હતું કે, કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર સ્કૂલનો વિદ્યાર્થી છે અને કેસ ચાલવામાં સમય જશે. જેથીઆરોપી કિશોરના પિતા દ્વારા ૧૦ હજારના વ્યક્તિગત બોન્ડ રજૂ કરવાની શરતે જામીન પર મુક્ત કરવામાં આવેછે.