Last Updated on by Sampurna Samachar
છેતરપિંડીથી બચવા અને યોગ્ય પ્રોજેક્ટને પસંદ કરવામાં મદદ મળશે
PM મોદીએ તાજેતરમાં RERA અને રાજ્ય અધિકારીઓને ઠપકો આપ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સરકાર ટૂંક સમયમાં એક ડિજિટલ ડેટાબેઝ શરુ કરવા જઈ રહી છે, જેમાં ભારતના તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ વિશે માહિતી હશે. આ પગલું ઘર ખરીદનારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કારણ કે, આની મદદથી છેતરપિંડીથી બચવા અને યોગ્ય પ્રોજેક્ટને પસંદ કરવામાં મદદ મળશે. આ ડેટાબેઝમાં પ્રોજેક્ટની તમામ જરૂરી જાણકારી જેમ કે, અપ્રૂવલ, કન્સ્ટ્રક્શનની પ્રગતિ અને બિલ્ડરોની વિશ્વસનીયતા જેવી વિગતો સામેલ હશે.
આ પોર્ટલ દ્વારા, લોકો હવે દેશભરના કોઈપણ બિલ્ડરના પ્રોજેક્ટ અને તેની વર્તમાન સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી શકશે. આ પગલું ખાસ કરીને એવા ઘર ખરીદદારો માટે મોટી રાહત છે જેઓ RERA કાયદાના અસ્તિત્વ છતાં પ્રોજેક્ટમાં વિલંબ અને છેતરપિંડીનો ભોગ બન્યા છે. ઘર ખરીદનારાઓની ફરિયાદો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં RERA અને રાજ્ય અધિકારીઓને ઠપકો આપ્યો હતો.
મંત્રી મનોહર લાલ ખટ્ટરે પોર્ટલ લોન્ચ કર્યું
જોકે, તેના થોડા અઠવાડિયા પછી જ આ ર્નિણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાને બિલ્ડરોની મનમાની અને ગ્રાહકોની ફરિયાદોના યોગ્ય નિરાકરણના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ, આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે RERA સેન્ટ્રલ એડવાઇઝરી કાઉન્સિલની બેઠકમાં આ નવું પોર્ટલ લોન્ચ કર્યું. આ ડેટાબેઝનો મુખ્ય હેતુ સંભવિત ખરીદદારોને સંપૂર્ણ માહિતી પૂરી પાડવાનો છે, જેથી તેઓ સમજી-વિચારીને ર્નિણય લઈ શકે.