Last Updated on by Sampurna Samachar
સુરતના લિંબાયત વિસ્તારમાં આગ લાગતા, એક બાળક અને ચાર મહિલાના મોત
અચાનક આગ લાગતા મકાનમાં ઉપસ્થિત બાળક સહિત ચાર મહિલા ગંભીર રીતે દાઝ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આગની ગોઝારી ઘટના ઘટી છે. જેમાં એક બાળક સહિત પાંચ લોકોનામોત નીપજ્યાના સમાચાર મળી રહ્યા છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા મકાનમાં અચાનક આગલાગતા ઘરમાં ઉપસ્થિત લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. જો કે, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

જ્યાં બાળક સહિત પાંચ લોકોના મોત નીપજ્યા છે. સ્થાનિક પોલીસ સહિત ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સનીટીમ ઘટના સ્થળે પહોંચીને આગ બૂઝાવી દીધી છે. રહેણાંક વિસ્તારમાં આગ લાગતા આસપાસના લોકો પણગભરાયા હતા અને લોકોમાં રોષ પ્રસર્યો હતો.સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી નજીકમાં એક મકાનમાં આગ લાગી હતી. રહેણાંકવિસ્તારમાં આવેલા મકાનમાં મોટા પ્રમાણમાં સાડીનો જથ્થો મુકવામાં આવ્યો હતો.
ઘરમાં એક બાળક અને ચાર મહિલા હતા
પોલીસે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતુ કે, કપડાની વચ્ચે ફોર્મ મુકવાના આવે છે. પ્રાથમિક દ્રષ્ટીએ આફોર્મમાં આગ લાગ્યા બાદ તે પ્રસરી હોય તેમ લાગી રહ્યુ છે. આગળની તપાસ ફાયરની ટીમ અને પોલીસ સાથેરહીને કરશે. આ ઘરમાં એક બાળક અને ચાર મહિલા હતા.
મકાનમાં ઉપસ્થિત બાળક સહિત ચાર મહિલા ગંભીર રીતે દાઝ્યા હતા. ગંભીર રીતે દાઝેલા આ લોકોનેહોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન જ પાંચ લોકોના મોત નીપજ્યાછે. માહિતી એવી પણ મળી રહી છે કે, આ ઘરમાં સાડીનું ગોડાઉન બનાવાયું હતું. એટલે અહીં નાનકડી આગઝડપથી પ્રસરી ગઈ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આ ઘરમાં મોટી સંખ્યામાં સાડીઓના થપ્પા કરવામાંઆવ્યા હતા.
ફાયરની ટીમે આ અંગે જણાવ્યુ કે, જ્યારે અમે અહીં આવ્યા ત્યારે અહીં ખૂબ જ ધુમાડો હતો અને વિઝિબ્લિટીઝીરો થઈ ગઈ હતી.જો કે, અમારી ટીમ ઉપર પહોંચી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.રહેણાંક વિસ્તારમાં આગ લાગતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લિંબાયત પોલીસનો કાફલો લોકોનેસમજાવવાનો પ્રયાસ થઈ રહ્યા છે.