Last Updated on by Sampurna Samachar
અડ્ડાના સંચાલક સહિત ૮ લોકોની ધરપકડ કરી પોલીસે
યુટ્યુબ પર ચર્ચ ઓફ ગોડ આગ્રા નામની ચેનલ ચાલતી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુપીના આગ્રાના શાહગંજની કેદાર નગર કોલોનીમાં એક ધર્માંતરણનો અડ્ડો પકડાયો છે. દર રવિવારે અહી પ્રાર્થના સભાના નામ પર ભીડ એકઠી થતી હતી. પોલીસે અડ્ડાના સંચાલક સહિત ૮ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓમાં ૩ મહિલાઓ સામેલ છે. તમામને સોમવારના રોજ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. અન્ય આરોપીઓની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે.
શાહગંજ વિસ્તારના સુનીલ કરમચંદાની અને ધનશ્યામ હેમલાનીએ ધર્માંતરણ વિશે શિક્ષા મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાયને ફરિયાદ કરી હતી. તેમણે આ વિશે પોલીસ દીપક કુમારને જણાવ્યું હતુ. જેના નિર્દેશ પર શાહગંજ પોલીસ કેદાર નગરના રાજકુમાર લાલવાનીના ઘર પર નજર રાખી રહી હતી. દર રવિવારે આયોજિત થાનારી આ પ્રાર્થના સભા વિશે જાણકારી એકઠી કરી રહી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે, પ્રાર્થના સભામાં બાઈબલના પાઠ ભણાવવામાં આવતા હતા.
૧૫ બાઈબલ, ૩ ગીતા, ૪ ડાયરી , ૬ મોબાઈલ, ૨ કાર અને રોકડ રકમ જપ્ત
લોકોને કહ્યું હતુ કે, ચાંદલો કરવો કે દોરા બાંધવાથી કષ્ટ દુર થતા નથી.પ્રભુ ઈસા મસીહ ચમત્કાર કરે છે. કષ્ટ દુર થાય છે. તેની પ્રાર્થના કરવાથી બીમારી આપણી પાસે આવતી નથી. જે ગંભીર રીતે બીમાર છે, પ્રાર્થના સાંભળ્યા બાદ સ્વસ્થ થઈ જાય છે. આ કારણે પ્રાર્થના સભામાં દર્દીઓ પોતાની સારવાર કરાવવા પણ આવતા હતા.
પ્રાર્થના સભામાં લોકોને કહેવામાં આવતું હતુ કે, મસીહ સમાજ ખુબ મોટો છે. ગરીબ માટે ખુબ કામ કરે છે. બાળકોને મફતમાં શિક્ષણ આપે છે. મિશનરી સ્કૂલોમાં શિક્ષિત હોવાથી તેને આરામથી નોકરી મળી જાય છે. હોસ્પિટલમાં પણ મફતમાં સારવાર મળી જાય છે.
પોલીસે ૧૫ બાઈબલ, ૩ ગીતા, ૪ ડાયરી , ૬ મોબાઈલ, ૨ કાર અને રોકડ રકમ પણ કબજે કરી છે.તેમણે જણાવ્યું કે રાજકુમાર લાલવાણી મોબાઇલ પર એક વોટ્સએપ ગ્રુપ ચલાવતા હતા. તેનું નામ ચર્ચ ઓફ ગોડ આગ્રા હતું. તેની સાથે ૮૬ સભ્યો જોડાયેલા છે. આ ઉપરાંત યુટ્યુબ પર ચર્ચ ઓફ ગોડ આગ્રા નામની ચેનલ પણ ચાલી રહી હતી.