Last Updated on by Sampurna Samachar
Contents
ફેરિયાઓને રોકવા બંને તરફથી રોડ બંધ કરાશે
રોડ પર ટ્રાફિક જામ થતાં વેપારીઓ નારાજ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટમાં ફેરિયાઓ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી સર્જાઇ છે. શહેરમાં લાખાજીરાજ રોડ પર ફરી વેપારીઓ અને ફેરિયાઓનો આમનો-સામનો થયો છે. ફેરિયાઓ દ્વારા બંને તરફથી રોડ રોકવામાં આવી રહ્યો છે. જેના કારણે પાછો એક વિવાદ ઊભો થયો.

વેપારીઓએ રોડના બંન્ને તરફથી માર્ગ બંધ કરીને વિરોધ નોંધાવ્યો છે અને એલાન કર્યું છે કે, લાખાજીરાજ રોડ બંધ રહેશે.વેપારીઓ ફરી મનપા કમિશનર અને પોલીસ કમિશનરને આવેદન આપશે તેમજ સમગ્ર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવવાની માગ રાખી છે. વેપારીઓના આક્ષેપ મુજબ ફેરિયાઓને કારણે લોકોમાં હાલાકી પેદા થઈ રહી છે.
દિવાળી પહેલા પણ વેપારીઓએ કર્યો હતો વિરોધ
દિવાળી પહેલા પણ વેપારીઓ દ્વારા ફેરિયાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો અને અગાઉ ધારાસભ્યોની મધ્યસ્થીથી આ મામલો થાળે પાડવામાં આવ્યો હતો.