Last Updated on by Sampurna Samachar
ક્લાસરુમમાં પ્રોફેસરે વિદ્યાર્થિનીને પ્રપોઝ કર્યું
બેંગલુરુની એક મેડિકલ કોલેજમાં એક આસિસ્ટન્ટ પ્રોફેસર પર એક છાત્રા સાથે ખરાબ વ્યવહાર કરવાનો આરોપ લાગ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગલુરુના નેલમંગલા વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ મેડિકલ કોલેજમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પ્રોફેસરે ક્લાસરૂમની અંદર એક વિદ્યાર્થિનીને ચોકલેટ અને ફૂલ આપીને પ્રપોઝ કરવાની કોશિશ કરી હતી. આ ઘટના બાદ કોલેજ કેમ્પસમાં હોબાળો થયો અને મારપીટ શરૂ થઈ. આ ઘટનાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં છાત્રા અને તેના સહપાઠીઓ ચપ્પલ લઈને પ્રોફેસરને મારતા જોઈ શકાય છે.

જાણકારી અનુસાર, આ ઘટના સિદ્ધાર્થ મેડિકલ કોલેજમાં થઈ, જેના માલિક કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વર છે. આરોપીની ઓળખ અબ્દુલ તરીકે થઈ છે. તેના પર આરોપ છે કે તેણે ક્લાસરૂમની અંદર એક છાત્રાને ચોકલેટ અને ફૂલ આપી પ્રપોઝ કરવાની કોશિશ કરી હતી.
બીજા વિદ્યાર્થીઓ પણ ગુસ્સામાં આવી ગયા
છાત્રાએ તરત પોતાના ક્લાસમેટ સામે પ્રોફેસરનો વિરોધ કર્યો. જો કે પ્રોફેસરે પોતાના બચાવમાં કહ્યું કે, છાત્રાએ ખુદ તેને પ્રપોઝ કર્યું હતું અને તેમની પાસે તેના પુરાવા પણ છે. જેવી આ વાત ફેલાઈ, બીજા વિદ્યાર્થીઓ પણ ગુસ્સામાં આવી ગયા અને તેમણે પ્રોફેસરને ઘેરી લીધા, જેના કારણે બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.
જાે કે આ બધાની વચ્ચે મામલો ત્યારે વધારે ઉગ્ર બન્યો જ્યારે છાત્રા, કે જેને પ્રોફેસરે પ્રપોઝ કર્યું હતું તેણે ચપ્પલ લઈને પ્રોફેસરને મારવાનું શરૂ કર્યું, તો તેની સાથે તેના ક્લાસમેટના વિદ્યાર્થીઓએ પણ મોકો જોઈને હાથ સાફ કરી લીધા. વિડિઓમાં છાત્રાને પોતાની ચપ્પલથી પ્રોફેસરને મારતા નજરે પડ્યા , જ્યારે બીજા વિદ્યાર્થીઓ પણ ગડદાપાટુ મારતા દેખાય છે. કહેવાય છે કે આ વિદ્યાર્થીના ટોળાએ પ્રોફેસરને આખા કેમ્પસમાં ફેરવીને માર્યા હતા. પ્રોફેસર જ્યારે તેની કાર પાસે પહોંચ્યા, તો ત્યાં પણ માર્યો હતો.
આ હુમલામાં ઘાયલ થવા છતાં પ્રોફેસર જેમ તેમ કરીને ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યો હતો. આ કિસ્સો નેલમંગલા ગ્રામીણ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવે છે. કોલેજ પ્રશાસને પ્રોફેસરને સસ્પેન્ડ કરી દીધા છે અને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી રહ્યા છે. આ મામલામાં આગળની કાર્યવાહી થઈ રહી છે.