21 લાખ રૂપિયાનું માતબર ઇનામ આપવામાં આવ્યું 

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ટીમ ઇન્ડિયાને ૨૭ કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!

ભારતે સતત બીજી વાર ટી-૨૦ વિશ્વ કપ જીતીને નવો ઇતિહાસ રચ્યો : સંજુ સેમસને સળંગ ૩ અડધી સદી ફટકારી

(સંપૂર્ણ સમાચાર સેવા)
વર્ષ ૨૦૨૬ ના ટી-૨૦ વિશ્વ કપની અંતિમ મેચમાં ન્યુઝીલેન્ડને ધૂળ ચટાડીને ભારતીય ક્રિકેટ ટીમે સળંગ બીજી વખત આ મોટો ખિતાબ પોતાના નામે કર્યો છે. ન્યુઝીલેન્ડ સામે રમાયેલી આ મહામુકાબલા વાળી મેચમાં શાનદાર રમત દાખવવા બદલ ભારતીય ટીમને અને ખાસ કરીને આખી સ્પર્ધાના સવર્શ્રેષ્ઠ ખેલાડી રહેલા સંજુ સેમસનને કરોડો રૂપિયાની ઇનામી રકમ મળી છે. આ જીત માત્ર એક ટ્રોફી નથી, પણ દરેક ભારતીય માટે એક મોટો ઉત્સવ બની ગઈ છે.
મેદાન પર ખેલાડીઓએ પરસેવો પાડ્યો અને સામે તેમને ઇનામમાં રૂપિયાનો મોટો ખજાનો મળ્યો છે.આ વખતના વિશ્વ કપમાં જો કોઈ ખેલાડીએ લોકોના મનમાં સૌથી મોટું સ્થાન બનાવ્યું હોય તો તે છે સંજુ સેમસન. આ એ જ ખેલાડી છે જેને શરૂઆતની મેચોમાં રમવા માટેની અંતિમ અગિયારની યાદીમાં પણ સ્થાન નહોતું મળતું. તેને સતત બેન્ચ પર બેસી રહેવાનો વારો આવતો હતો. પરંતુ જ્યારે તેને મેદાનમાં ઉતારીને પોતાની કાબેલિયત સાબિત કરવાની તક મળી, ત્યારે તેણે એવી ધૂમ મચાવી કે વિવેચકોના મોં બંધ થઈ ગયા.
કેટલાક લોકોને લાગ્યું કે આ ખેલાડી ફોર્મમાં નથી
તેણે આખી સ્પર્ધામાં માત્ર ૫ મેચ રમી અને તેમાં જ ૩૨૧ રનનો મોટો પહાડ ખડકી દીધો. તેણે સળંગ ૩ મેચમાં ૫૦ થી વધુ રન બનાવીને ક્રિકેટ જગતમાં એક નવો જ ઇતિહાસ રચી દીધો છે. તેના આ જબરદસ્ત પ્રદર્શનને કારણે તેને સમગ્ર સ્પર્ધાનો સવર્શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો.ઝિમ્બાબ્વે સામેની મેચમાં જ્યારે સંજુએ વાપસી કરી ત્યારે તે માત્ર ૨૪ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
તે સમયે કેટલાક લોકોને લાગ્યું કે આ ખેલાડી ફોર્મમાં નથી. પરંતુ ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝ સામેની કરો યા મરો જેવી કપરી સ્થિતિવાળી મેચમાં તેણે અણનમ ૯૭ રન ઝૂડી કાઢ્યા અને પોતાની ટીમને શાનદાર જીત અપાવી.
 ત્યારપછી તો જાણે તેનો બલ્લો ટીમ રોકાવાનું નામ જ નહોતો લેતો. ઇંગ્લેન્ડ સામે રમાયેલી ઉપાંત્ય મેચમાં ૮૯ રન અને છેલ્લે ન્યુઝીલેન્ડ સામેની રસાકસી વાળી અંતિમ મેચમાં પણ તેણે ૮૯ રનની તોફાની રમત રમીને સૌના દિલ જીતી લીધા.
આખી સ્પર્ધામાં પોતાની તોફાની રમતથી ધમાલ મચાવનાર સંજુ સેમસનને સ્પર્ધાનો સવર્શ્રેષ્ઠ ખેલાડી બનવા બદલ ૨૫,૦૦૦ અમેરિકન ડોલર એટલે કે ભારતીય રૂપિયા મુજબ આશરે ૨૧ લાખ રૂપિયાનું માતબર ઇનામ આપવામાં આવ્યું છે.
આ સિવાય અંતિમ મેચમાં ન્યુઝીલેન્ડના ૪ મહત્વના ખેલાડીઓની વિકેટ પાડીને તેમને મેદાનની બહાર મોકલનાર આપણા જસપ્રીત બુમરાહને મેચનો સવર્શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો. બુમરાહને આ સિદ્ધિ બદલ અલગથી આશરે ૮૪ લાખ રૂપિયાની ઇનામી રકમ ચૂકવવામાં આવી છે.
તમને જાણીને ગર્વ થશે કે ભારત દુનિયાનો એવો પહેલો દેશ બની ગયો છે જેણે સળંગ ૨ વાર ટી-૨૦ વિશ્વ કપનો તાજ પોતાના માથે પહેર્યો છે. વિશ્વ વિજેતા બનવા બદલ ભારતીય ટીમને ૨૭.૪૮ કરોડ રૂપિયાની જંગી ઇનામી રકમ મળી છે. જ્યારે બીજી તરફ ઉપવિજેતા રહેલી ટીમ એટલે કે ન્યુઝીલેન્ડને પણ આશરે ૧૪.૬૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
અંતિમ મેચના રનની વાત કરીએ તો ભારતે પહેલા દાવ લઈને ૨૫૫ રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ટી-૨૦ વિશ્વ કપની અંતિમ મેચના ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી નહિ અને માત્ર ૧૫૯ રનમાં જ સમેટાઈ ગઈ હતી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.