Last Updated on by Sampurna Samachar
સ્થાનિકો અને સંબંધિત પક્ષોને સમય આપવામાં આવ્યો હતો
વર્ષોથી ખડકાયેલા ધાર્મિક દબાણોનો સફાયો કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા વેજલપુર વિસ્તારમાં જાહેર માર્ગો અને તળાવની આસપાસ થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત રોપડા તળાવ પાસે વર્ષોથી ખડકાયેલા ધાર્મિક દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે.

રોપડા તળાવની આસપાસનો વિસ્તાર, વેજલપુર. કુલ ૭ જેટલા ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા છે. AMC ના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી. એસ્ટેટ વિભાગના જણાવ્યા અનુસાર, આ દબાણો દૂર કરવા માટે અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી.
કોર્પોરેશને જેસીબી અને મશીનરી સાથે ઓપરેશન પાર પાડ્યું
સ્થાનિકો અને સંબંધિત પક્ષોને સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવા માટે સમય અપાયો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે મ્યુનિસિપલ કોર્પોરેશને જેસીબી અને મશીનરી સાથે ઓપરેશન પાર પાડ્યું હતું. તળાવના બ્યુટિફિકેશન અને જાહેર રસ્તામાં નડતરરૂપ બનતા આ દબાણો દૂર થવાથી વિસ્તારમાં ટ્રાફિક અને સ્વચ્છતાની સ્થિતિમાં સુધારો થશે તેમ માનવામાં આવે છે.