Last Updated on by Sampurna Samachar
અંબાણી પરિવારે કેનેડાના વડાપ્રધાન અને તેમના પત્નીનું કર્યું ભવ્ય સ્વાગત
લોકસંગીતના મધુર સૂરો અને શાસ્ત્રીય નૃત્યની ભવ્ય પ્રસ્તુતિઓએ સૌને મંત્રમુગ્ધ કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને તેમના પત્ની ડાયના ફોક્સ કાર્નીનું મુંબઈમાં તેમના નિવાસસ્થાને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત ભારત અને કેનેડા વચ્ચેના મિત્રતા અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને વધુ મજબૂત બનાવવાનું પ્રતીક બની છે

વડાપ્રધાન માર્ક કાર્ની અને તેમના પત્ની ડાયના ફોક્સ કાર્નીના સ્વાગત કાર્યક્રમમાં ભારતની સમૃદ્ધ કલાત્મક પરંપરાઓને ઉજાગર કરવામાં આવી હતી. લોકસંગીતના મધુર સૂરો અને શાસ્ત્રીય નૃત્યની ભવ્ય પ્રસ્તુતિઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમ દ્વારા વારસો, મિત્રતા અને સાંસ્કૃતિક વિનિમય પ્રત્યેની સમાન રુચિ અને આદરને પ્રતિબિંબિત કરવામાં આવ્યો હતો. આ આત્મીય સમારોહમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાનું એક સુંદર ઉદાહરણ જાેવા મળ્યું હતું.
મુલાકાતને યાદગાર બનાવીને ભારતીય સંસ્કૃતિની ઝલક મહેમાનો સમક્ષ રજૂ કરી
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ આ મુલાકાતને યાદગાર બનાવીને ભારતીય સંસ્કૃતિની ઝલક વિદેશી મહેમાનો સમક્ષ રજૂ કરી હતી. આ ઘટના માર્ક કાર્નીની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત દરમિયાન બની હતી, જેમાં તેઓએ ભારતીય વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરી હતી. આવા કાર્યક્રમો બંને દેશો વચ્ચેના સહકાર અને સમજણને વધારે છે. આ ઐતિહાસિક મુલાકાત ભારત-કેનેડા સંબંધોમાં નવો અધ્યાય ઉમેરે છે, જ્યાં સંસ્કૃતિ અને મિત્રતા મુખ્ય ભૂમિકા ભજવે છે.