Last Updated on by Sampurna Samachar
સંજાણમાં વૃદ્ધાને બંધક બનાવી હથિયારની અણીએ ચલાવી લૂંટ
એક બંગલામાં એકલા રહેતા વૃદ્ધાને હથિયારની અણીએ બંધક બનાવી લૂંટારુઓ લાખોની મત્તાની લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારમાં લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સંજાણના બંદર રોડ પર આવેલા બંગલાઓને નિશાન બનાવી લૂંટારુ ટોળકીએ આતંક મચાવ્યો હતો. એકબંગલામાં એકલા રહેતા વૃદ્ધાને હથિયારની અણીએ બંધક બનાવી લૂંટારુઓ લાખોની મત્તાની લૂંટ ચલાવી રફુ ચક્કર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને અસલામતીનો માહોલ ફેલાયો છે.

લૂંટારુઓએ ઘરમાં ઘૂસી વૃદ્ધ મહિલાને હથિયાર બતાવી ડરાવી–ધમકાવીને બંધક બનાવી લીધા હતા. ત્યાર બાદ ઘરમાં રહેલી અંદાજે રૂ.૯૦,૦૦૦ની રોકડ રકમ અને કિંમતી સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. લૂંટની આસમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં લૂંટારુ ટોળકી હિલચાલકરતી જોવા મળી રહી છે.
લૂંટારુઓએ બંદર રોડ પરના બંગલાઓને નિશાન બનાવ્યા હતા
ઘટનાની જાણ થતા જ ઉમરગામ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ તેજકર્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે અલગ–અલગ ટીમો બનાવી છે. એકલા રહેતા વૃદ્ધોને નિશાન બનાવવાની આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ચિંતા જગાવી છે. ઉમરગામ પોલીસે લૂંટનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.