Last Updated on by Sampurna Samachar
બીટકોઈનમાં રોકાણનાં નામે 90 લાખ ઠગાઈ
FIR લખાતાં આરોપીઓની ધરપકડ કરવાનાં ચક્રો ગતિમાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરામાં લાખો રૂપિયા હડપી લેવાનો કિસ્સો સામે આવ્યો. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મંગલજ્યોત સોસાયટીમાં રહેતા નરેન્દ્ર અંબાલાલ પટેલે પાદરા પોલીસ સ્ટેશનમાં રોબર્ટ ઈશ્વર પટેલિયા પાર્ષિક સોસાયટી ONGC પાસે રહે છે તેમજ જોસેફ બાબર સેમ્યુઅલબેંગલોર રહે છે, તેમની સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે .

નવેમ્બર ૨૦૧૯માં પાદરા રોડ ઉપર રહેતા તેમના મિત્ર પિયુષ અરવિંદ પટેલને મળવા ગયા હતો. તે વખતે તેમના અન્ય મિત્ર સિરીશભાઈ પણ સાથે હતા તે બંને ત્યાં હતા. ત્યારે સિરીશે તેના મિત્ર રોબર્ટ પટેલિયા સાથે ઓળખાણ કરાવી હતી. રોબર્ટે તેમને જણાવેલ કે હું બીટકોઈનમાં રોકાણ કરું છું સારું રિટર્ન મળે છે તમે પણ તેમાં રોકાણ કરો અને આ બધું કામ જોસેફ સેમ્યુઅલ કરે છે તેમ કહી તેણે ફોન ઉપર વાત કરાવી હતી.
બીટકોઈનનાં નામે લાખો રૂપિયા હડપી લીધા
શરૂઆતમાં તેમને રોકાણ કરવાની ઈચ્છા ના હોવાથી મેં ના પાડી હતી. પરંતુ રોબર્ટે વારંવાર કહેતા તેને તેમણે હા પાડ્યા બાદ તેના ખાતામાં ૬૨ લાખ ચૂકવ્યા હતા જે આ પૈસા રોબર્ટના એકાઉન્ટમાં રહેતા હોવાથી રોબર્ટે જોસેફના એકાઉન્ટમાં સીધા પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું જેના પગલે તેમણે જોસેફના એકાઉન્ટમાં ૯૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે ત્યાર પછી રોબર્ટ અને જોસેફ બંને રોકાણ અંગેની કોઈ માહિતી તેમણે આપી ન હતી.
બાદમાં રોબર્ટે તેમણે રૂપિયાની બાહેધરી આપી હોવાથી તેની પાસે નરેન્દ્રભાઇ એ રકમ માંગતા તેને તેમની સાથે સ્ટેમ્પ પેપર ઉપર કરાર કર્યો હતો. પરંતુ ત્યારબાદ પણ રકમ ના મળી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે બંને ભેજાબાજની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.