Last Updated on by Sampurna Samachar
પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો
વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવાની માંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં કાસમઆલા કબ્રસ્તાન નજીક વિશ્વામિત્રી નાળામાં એકઠા થયેલા કચરામાં મોડીરાત્રીએ અચાનક આગ લાગી હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તેની જ્વાળાઓ નજીક આવેલી સોસાયટીના બે મકાનોની દિશામાં ફેલાવા લાગી હતી. આગના ધુમાડા અને લપસતા જ્વાળાઓને કારણે આસપાસના રહેવાસીઓમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાઇટર્સ દળ દોડતું ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. સમયસર કરાયેલ કામગીરીને કારણે આગ વધુ વિસ્તરે તે પહેલાં જ રોકી શકાયી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે દાઝી જવાના બનાવની માહિતી મળતી નથી, જે રાહતની વાત છે. જોકે આગ લાગવાના કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવાની માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે.
નાળામાં પડેલા કચરામાં એકાએક આગ લાગી
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં કાસમઆલા કબ્રસ્તાન નજીક નાળામાં પડેલા કચરામાં એકાએક આગ લાગી હતી. નાળાની આજુબાજુના મકાનો સુધી આગ ફેલાઇ રહી હતી. જેના કારણે તંત્રમાં દોડધામ મચી હતી. વડોદરા શહેરમાં લોકો જ્યાં ત્યાં નાળામાં કચરો ફેંકી તેના નિકાલ માટે તેને સળગાવતા હોય છે. જેના કારણે આગ વધુ ફેલાતી હોય છે. અગાઉ પણ ઘણી વખત વખત વિશ્વામિત્રી નદીના નાળા અને કોતરમાં આગ લાગવાની ઘટના બની છે.
ત્યારે, ફરી એક વખત કારેલીબાગ સ્થિત કાસમઆલા કબ્રસ્તાન નજીક આવેલા નાળામાં પડેલા કચરામાં આગ લાગી હતી. જે નજીકમાં આવેલી અતુલ પાર્ક સોસાયટીના મકાનો સુધી પણ પહોંચી હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જોકે આગના કારણે કોઈ જાનહાની થઈ ન હતી. જેના કારણે તંત્રે પણ હાશકારો અનુભવ્યો હતો.