Last Updated on by Sampurna Samachar
બનાસકાંઠામાં બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ
બાળ તસ્કરીના ગુનામાં સંડોવાયેલા મેપડા અને ખાપરાના બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા જિલ્લામાં બાળ તસ્કરીના એક આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે, જેણે માનવતાને પણશરમાવી દીધી છે. વડગામ તાલુકાના ધનાપુરા ગામના પાટીયા પાસેથી અજાણ્યા ઈસમ દ્વારા ચાર વર્ષના માસૂમબાળકનું અપહરણ કરાયું હતું. જેના કારણે બનાસકાંઠા પોલીસે તુરંત જ ઓપરેશન દેવ હાથ ધર્યું હતું અનેઅલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી.

પોલીસની સઘન તપાસના કારણે ગણતરીના કલાકોમાંઅપહરણ કરાયેલા બાળકને હેમખેમ છોડાવી લેવાયું છે. સાથે જ બાળ તસ્કરીના ગુનામાં સંડોવાયેલા મેપડાઅને ખાપરાના બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
હિન્દી ભાષી ઈસમને વેચી દીધું હોવાની કબૂલાત કરી
ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં જે વિગતો સામે આવી છે, તે ખુબ ચોંકાવનારી છે. આરોપીઓએઆ અગાઉ પણ એક મહિનાના નવજાત બાળકને એક લાખ રૂપિયામાં હિન્દી ભાષી ઈસમને વેચી દીધું હોવાની કબૂલાત કરી છે.
વધુમાં પૈસા માટે યુવતીઓના સોદા કરી તેમના લગ્ન કરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓએ ચાર વર્ષના બાળકનું અપહરણ કર્યા બાદ ટ્રેન મારફતે બાળ તસ્કરી કરતા હતા.
વડગામ તાલુકાના ધનપુરા ગામે ભિક્ષાવૃત્તિ કરવા પરિવાર સાથે આવેલ રાજસ્થાનના પાલીના સુઝારામરાણારામ ભીલ જેઓ ગત તા. ૬ એપ્રિલના રોજ બપોરના સમયે ભિક્ષા માંગવા ગયા હતા. તે સમયે તેમનાબાળકો એકલા હતા. જેનો લાભ ઉઠાવીને ગાડીમાં આવેલ અજાણ્યો ઇસમ તેમના ચાર વર્ષના પુત્રને દસ રૂપિયાઆપીને તેનું ગાડીમાં અપહરણ કરી ફરાર થઈ ગયો હતો.
બનાવની જાણ થતાં જ પોલીસ એક્શન મોડમાંઆવી ગઈ હતી. અપહૃત બાળકને શોધી કાઢવા પોલીસની જુદી જુદી સાત ટીમોએ ઓપરેશન દેવ હાથ ધરીને૫૦થી વધુ સીસીટીવી કેમેરા તપાસ કરી હતી. વડગામ તાલુકાના મેપડા ગામેથી અપહૃત બાળક શૈલેષલાડુભાઈ લક્ષ્મણભાઈ ગમાર મૂળ રહે. વાગોડ (કાંસા) તા. દાંતા વાળાના કબજામાંથી મળી આવ્યો હતો. આરોપીની કડક પૂછપરછ કરતા તેને તેના સાગરીત પાબુ ઉર્ફે બાબુ મુંગળાભાઈ ભગોરા રહે. ખાપરા વાળાનીમદદથી અન્ય રાજ્યમાં વેચી મારવા અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી હતી.
ઝડપાયેલા આરોપીઓના નામ
શૈલેષ લાડુભાઈ લક્ષ્મણભાઈ ગમાર (રહે. મેપડા, તા. વડગામ)
પાબુ ઉર્ફે બાબુ મુંગળાભાઈ મેતાભાઈ ભગોરા (રહે. ખાપરા, તા. અમીરગઢ)
આરોપીઓ પૈસાની લાલચમાં આવીને બાળ તસ્કરી કરતા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છેઅને શક્ય છે કે, આમાં અન્ય લોકો પણ સામેલ હોય. બનાવને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. બાળકોની સુરક્ષાને લઈને સરકાર અને પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ પણ આવાબનાવો બની રહ્યા છે તે ખૂબ જ દુ:ખદ છે. આ ઘટનાથી જનતામાં પણ જાગૃતિ આવશે અને તેઓ બાળકોનીસુરક્ષાને લઈને વધુ સતર્ક બનશે.