Last Updated on by Sampurna Samachar
રેલવે પોલીસે બાળકને શોધી સુરક્ષિત પરિવારને સોંપ્યો
રેલવે પોલીસના ધ્યાનમાં CCTV સામે આવ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા રેલવે સ્ટેશન પરથી અપહરણ થયેલા બાળકને વડોદરા રેલવે પોલીસે શોધી કાઢી સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યો છે. આ બનાવ ૨૮ જાન્યુઆરીનો છે, જ્યારે બાળક પોતાના પિતા સાથે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૧ ઉપર ઉભો હતો.

મળતી માહિતી અનુસાર, પ્લેટફોર્મ નંબર ૧ પર પિતા અને પુત્ર ટ્રેનની રાહ જોતા હતા. આ દરમિયાન પિતા થોડા સમય માટે સૂઈ ગયા હતા, ત્યારે એક અજાણ્યા ઈસમે બાળકને ભોળવીને તેને લઇને ફરાર થઇ ગયો હતો.આ મામલે તુરત જ રેલવે પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે CCTV ચેક કર્યા હતા જેમાં અપહરણના CCTV ફૂટેજ સામે આવ્યા હતા, જેના આધારે રેલવે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી.
અપહરણકાર અનિલ બારીયાની ધરપકડ
તપાસમાં ખબર પડી કે બાળક હાલોલ બસ મથક પાસે છે. રેલવે પોલીસે ઘટનાની ઝડપી તપાસમાં અપહરણકાર અનિલ બારીયાને ઝડપી પાડ્યો અને બાળકને મુક્ત કરાવી, પછી પરિવારને સોંપ્યો હતો.