Last Updated on by Sampurna Samachar
થરાદ ગ્રામ્યમાં બે બાળકોના બાજરીમાં નાખવાની દવા ખવાઈ જતાં મોત
આ દવાનું ઝેર શરીરમાં ફરી વળવાના કારણે ડોક્ટર પણ તેમને બચાવી શક્યા ન હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વાવ–થરાદ જિલ્લાના થરાદ ગ્રામ્યમાં બે બાળકના મોતથી હોબાળો મચી ગયો છે. બાળકો બાજરીમાં નાખવાનીદવા ખાઈ જતા આ ઘટના બની હતી. આમ ઘરે ઘઉં કે અનાજની જાળવણી કરવા માટે તેમા ગોળીઓ નાખતીમહિલાઓ માટે આ ચેતવણીજનક કિસ્સો છે.

પાંચ વર્ષની કુસુમ પ્રજાપતિ અને ત્રણ વર્ષની જયદીપ ઠાકોરનુંમોત થયું છે. જામપુર ગામમાં આ ઘટના બનતા સમગ્ર પંથકમાં અરેરાટી સર્જાઈ છે. આ ઘટના દુ:ખદાયકહોવાની સાથે ઘરે અનાજમાં ઝેરી ગોળી રાખતા માબાપ માટે ચેતવણી સમાન છે.
બે માસૂમ આ રીતે મોતને ભેટ્યા
બાળકોએ ગોળી ખાઈ લીધાની જાણ થતાં માબાપે તરત જ બંને બાળકને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જાે કેઆ દવાનું ઝેર શરીરમાં ફરી વળવાના કારણે ડોક્ટર પણ તેમને બચાવી શક્યા ન હતા. ડોક્ટરે બંનેને મૃત જાહેરકર્યા હતા. આ બનાવના પગલે જામપુર ગામ સહિત આખા પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. માબાપ પોતે આઘાતના આંચકાથી સ્તબ્ધ થઈ ગયા હતા. પહેલાં તો તે માની જ શક્યા ન હતા કે તેમના બે માસૂમ આ રીતે મોતને ભેટ્યા છે. હજી હમણાં તો તે બંને આંગણામાં રમતા હતા.
આ બનાવના પગલે આખું કુટુંબ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. આખા કુટુંબમાં કલ્પાંતનું વાતાવરણ હતુ. માનાતો આંસુ જ સૂકાતા ન હતા. બધા કહેતા હતા કે આ બનાવ બતાવે છે કે કાલ કોણે જાેઈ છે. આજે હસતારમતા ફૂલ જેવા બાળકો કાળનો કોળિયો ક્યારે બની ગયા તેની ખબર પણ ન પડી. ઇશ્વરે ઘણી વખત કોનામાટે શુ નીમ્યું છે તેની ખબર પણ પડતી નથી. તે ક્યારેય સુખ આપે છે અને ક્યા પળમાં સુખ દુ:ખમાં પરિવર્તીતથાય છે તેની કોઈને ખબર પડતી નથી.
આ બનાવના પગલે આખા જામપુર ગામના લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. મૃતક બાળકના શોકના કારણેગામની એક દુકાન પણ ખુલી રહી ન હતી. બધાએ આ રીતે બાળકના મૃત્યુને લઈને તેમના શોકની લાગણીવ્યક્ત કરી હતી અને પીડિત કુટુંબ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.