અમરેલી લેટરકાંડ મામલામાં પૂર્વ નેતા પરેશ ધાનાણી યુવતીને ન્યાય અપાવવા મેદાને ઉતર્યા

Share this Article:

કોંગ્રેસની સાથે ભાજપ પણ યુવતીને ન્યાય અપાવવા આવ્યું પડખે

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ ૨૪ કલાકના ઉપવાસની જાહેરાત કરી હતી. ધાનાણીએ સવારે ૧૦ વાગ્યાથી ઉપવાસ કરવાના ચાલું કર્યાં હતા. પરેશ ધાનાણીની માંગ છે કે પાયલને માર મારનારા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે. ધરણામાં વીરજી ઠુમ્મર, લલિત વસોયા સહિતના બીજા કોંગ્રેસના નેતાઓ પણ પહોંચ્યા હતા.

લેટરકાંડમાં કોંગ્રેસે ઝંપલાવ્યા બાદ હવે ભાજપ પણ જોડાયું હતું. અમરેલી ભાજપ નેતા નારણ કાછડીયાએ એક વીડિયો બનાવી પ્રતિક્રિયા આપી. આ વીડિયોમાં તેમણે કહ્યું કે હું જાહેર જીવનમાં ૩૦ વર્ષથી સક્રિય છું. અને અમરેલીમાં કયારે પણ આ પ્રકારની ઘટના બની નથી. આવી ઘટના પ્રથમ વખત બની છે. આ ઘટનાને લઈને રાજકારણ કરવાને બદલે દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

પાટીદાર યુવતી અત્યારે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. નકલી લેટરકાંડમાં પાયલની ધરપકડ કર્યાં બાદ પોલીસ દ્વારા જાહેર સરઘસ કાઢતા આ વિવાદ પેદા થયો હતો. દરમ્યાન કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પાટીદાર યુવતીને ન્યાય અપાવવા મેદાને ઉતર્યા છે.

પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી લેટર કાંડ મામલે પીડિત યુવતીની પડખે આવ્યા હતા. યુવતીનું જાહેરમાં અપમાન કરતાં પરેશ ધાનાણી સહિતના નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી હતી. પાયલ ગોટીને જ્યારે જેલમાં લઈ જવામાં આવી ત્યારે પણ પોલીસે તેને માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. પાયલને ન્યાય મળે અને દોષિતો સામે કાર્યવાહી કરવા પણ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ઉગ્ર રજૂઆત પણ કરી હતી. આ સંદર્ભે તેમણે રાજકમલ ચોકમાં “ચર્ચાનો ચોરો” નામનો કાર્યક્રમ પણ યોજ્યો હતો. જેમાં પ્રતાપ દૂધાત તથા૮ વીરજી ઠુમ્મર જેવા આગેવાનોએ હાજરી આપી હતી.

રાજકમલ ચોકમાં યોજાયેલ “ચર્ચાનો ચોરો” કાર્યક્રમમાં ધાનાણીએ કૌશિક વેકરિયાને પડકાર ફેંક્યો હતો. પરેશ ધાનાણી સહિત કોંગ્રેસ નેતાઓ રાજકમલ ચોકમાં બેઠા હતા. જોકે કૌશિક વેકરિયા ચર્ચા કરવા આવ્યા નહોતા. તેથી કોંગ્રેસ દ્વારા એક દિવસીય ઉપવાસ આંદોલનની જાહેરાત કરાઈ છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.