પરિણીત મહિલાએ હૈયાફાટ રૂદનનુ કર્યુ નાટક
(સંપૂર્ણ સમાચાર સેવા)
દીયર અને ભાભીનો સંબંધ ખાસ માનવામાં આવે છે પરંતુ આજના સમયમાં બનતી ઘટનાઓ આ સંબંધને લાંછન લગાડી રહી છે. જેનો તાજાે કિસ્સો બિહારમાંથી સામે આવ્યો છે. બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ઔરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહરૌલી ગામમાં ૧૧ વર્ષના બાળકની હત્યા તેની કાકીએ જ કરી હતી. કાકીએ શાકભાજી કાપવાના છરાથી ભત્રીજાનું ગળું કાપી નાંખ્યું હતું.
પોલીસે આ કેસમાં જણાવ્યું કે, મહિલાને તેના દીયર સાથે આડાસંબંધ હતા. દીયરના લગ્ન નહોતા થયા. આ વાતની જાણ મહિલાના જેઠને થઈ હતી. જેથી તેણે બંનેને અલગ કરી દીધા હતા. આ કારણે ગુસ્સે ભરાયેલી રાગિણીએ તેના જેઠના પુત્રની જ હત્યા કરી હતી. મહિલાના જેઠનો તેના પડોશી સાથે જમીન મુદ્દે વિવાદ ચાલતો હતો. જેનો તેણે ફાયદો ઉઠાવ્યો અને દીયર સાથે મળીને ભત્રીજાની હત્યા કરી હતી. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. ઉપરાંત હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલું હથિયાર કબ્જે કર્યું હતું.
પોલીસે જણાવ્યું કે, આરોપીએ પતંગ ખરીદવાની લાલચ આપીને મૃતકને સુમસાન જગ્યા પર લઈ ગયા હતા. જ્યાં મહિલાએ હાથ પગ દબાવી છરીથી તેનું ગળું કાપી નાંખ્યું હતું. આ દરમિયાન તેનો પ્રેમી બહાર આવતા જતા લોકો પર નજર રાખતો હતો. ભત્રીજાથી લોહીથી લથબથ લાશ જોઈને કાકીએ પણ રોકકળ કરી હતી. લોકોને શંકા ન જાય માટે તેણે ભત્રીજાના શબ પાસે જઈને હૈયાફાટ રૂદનની એકશન કરી હતી.