પોલીસે હત્યાના ષડયંત્રમાં સામેલ અન્ય ગુનેગારોને ઝડપી લીધે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકમાં એક કપાતર દીકરાએ વીમાના પૈસા હડપવા માટે સગા બાપને ઠેકાણે લગાવી દીધા હોવાની કરતૂત સામે આવી છે. પૈસાની લાલચમાં આવીને કેટલાય લોકો અનેક પ્રકારના ગુનાઓ કરી નાખતા હોય છે પણ પૈસાની લાલચમાં આવીને એક દીકરાએ ખતરનાક પગલું ઉઠાવી લીધું. બાપની હત્યાનું ષડયંત્ર રચનારા શખ્સનો ભાંડાફોડ ૬ મહિના બાદ થયો છે. ત્યારે આ હત્યાના ષડયંત્રમાં અન્ય ત્રણ લોકો પણ સામેલ હતા.
ઘટનાની વિગત એવી છે કે કર્ણાટકના કલબુર્ગીમાં છ મહિના પહેલા કલિંગ રાવ નામના શખ્સનું મૃત્યુ થઈ ગયું હતું. શરુઆતમાં તેને હિટ એન્ડ રન માનવામાં આવતું હતું. જોકે રાવનો દીકરો સતીશ પણ ઘટનાસ્થળ પર હતો, પણ તેનો જીવ બચી ગયો હતો. સતીશે મદબૂલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી દીઘી.
તપાસમાં પોલીસે ટીમ પણ બનાવી અને સતીશ સાથે પૂછપરછ કરવા માટે તેને બોલાવ્યો હતો. પોલીસ વડાએ કહ્યું કે, સતીશ ઘણી વાર આવ્યો પણ એવું કેટલીય વાર બન્યું છે તે નથી આવ્યો. સતીશનું નિવેદન અને દુર્ઘટનાસ્થળ પર શંકા થવા પર પોલીસે અરુણની ધરપકડ કરી અને કડકાઈથી પૂછપરછ કરી તો તેણે તમામ ખુલાસા કરી દીધા જે ચોંકાવનારા હતા.
સતીશના જણાવ્યા અનુસાર તેણે પોતાના પતિ કલિંગ રાવને ખતમ કરવા માટે અરુણ, રાકેશ અને યુવરાજને તૈયાર કર્યા અને ૫ લાખ રુપિયાની ઓફર આપી. ગત વર્ષે જૂલાઈમાં સતીશ પોતાના પિતાની લોન અપાવવાના બહાને સ્કૂટર પર લઈને નીકળ્યો અને રસ્તામાં બેન્નૂર ક્રોસ નજીક સતીશે રોડની સાઈડમાં સ્કૂટર રોકી દીધું. પ્લાન અનુસાર ટ્રેક્ટરે કલિંગ રાવને કચડી નાખ્યો અને ભાગી નીકળ્યા.
પોલીસના જણાવ્યા અનુસાર, સતીશ આદર્શ નગરમાં હોટલ ચલાવવાનું કામ કરતો હતો, પણ હોટલ વ્યવસાયને ઠીક ચલાવવામાં અસમર્થ હોવાના કારણે ખૂબ જ દેવું થઈ ગયું હતું. દેવું ચુકવવા માટે તેના પર પ્રેશર હતું. ત્યારબાદ હોટલમાં કામ કરનારા અરુણે તેના પિતાની હત્યા કરી વીમો હડપવાનો પ્લાન બતાવ્યો. સતીશ તેના પર રાજી થઈ ગયો અને તેના પિતાની હત્યાને દુર્ઘટના બતાવવા માટે કાવતરું રચ્યું. જોકે, પોલીસ સામે તેની એક પણ ચાલાકી કામમાં ન આવી અને અંતે ભાંડો ફૂટી ગયો.