સુરત APMC માં આશરે 10 લાખની કિંમતનો ચાઇનીઝ લસણનો જથ્થો નાશ કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફરી એકવાર સુરતમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ લસણનો જથ્થો જપ્ત કરાયો છે. સુરત APMC માંથી પ્રતિબંધિત ચાઈનીઝ લસણ જપ્ત કરાયું છે. ૧૦ લાખ રૂપિયાની કિંમતનું ૨૧૫૦ કિલો ચાઈનીઝ લસણ જપ્ત કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
તમને જણાવી દઈએ કે દેશમાં ચાઈનીઝ લસણના વેચાણ પર પ્રતિબંધ છે. ત્યારે સુરત APMC એ ૨૧૫૦ કિલો ચાઈનીઝ લસણનો નાશ કર્યો છે. ચાઈનીઝ લસણની ફરી એકવાર ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. સુરતમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
સુરત APMC માંથી પ્રતિબંધિત ચાઈનીઝ લસણ જપ્ત કરાયું છે. આશરે રૂપિયા ૧૦ લાખની કિંમતનું લસણ જપ્ત કરાયું હોવાના પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે. ૨૧૫૦ કિલો પ્રતિબંધિત ચાઈનીઝ લસણ પકડાયું છે. ખેડૂતોની આજીવિકાના રક્ષણ માટે ચાઈનીઝ લસણ ઉપર પ્રતિબંધ છે.
વર્ષ ૨૦૧૪થી ચાઈનીઝ લસણના વેચાણ પર પ્રતિબંધ છે. ચાઈનીઝ લસણનું કદ નાનું, રંગ આછો સફેદ અથવા આછો પિંક કલર હોય છે. ત્યારે સુરત APMC એ ૨૧૫૦ કિલો ચાઈનીઝ લસણનો નાશ કરી દીધો છે. સુરત APMC માં વેચાણ અર્થે મૂકવામાં આવેલા લસણ પર APMC ના સ્ટાફને શંકા જતાં તેમણે તાત્કાલિક ક્રોસ વેરિફિકેશન કર્યું હતું. આ પછી આ ચાઈનીઝ લસણ હોવાની માહિતી મળતા જ લસણની ૪૩ ગુણી જપ્ત કરી લેવામાં આવી હતી. આ જપ્ત કરાયેલા લસણની અંદાજિત કિંમત રૂપિયા ૧૦ લાખ હોવાની માહિતી મળી છે. ઉલ્લેખનાય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી ચાઈનીઝ લસણ મળી આવ્યું હતું અને ત્યારે પણ ચાઇનીઝ લસણનો મુદ્દો ઘણો ઉછાળ્યો હતો.