અગાઉ વર્ષ ૨૦૨૦માં ૬ જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર થઇ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી ૫ ફેબ્રુઆરીએ ચૂંટણી માટે મતદાન યોજાશે જ્યારે કે તેના બે દિવસ બાદ તારીખ ૮ ફેબ્રુઆરીના રોજ તેની મતગણતરી યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ૨૩ ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે. આ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.
મહત્વનું છે કે, વર્ષ ૨૦૨૦માં ૬ જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ૮ ફેબ્રુઆરીએ મતદાન થયા બાદ ૧૧ ફેબ્રુઆરીએ મતોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીને બમ્પર જીત મળી હતી. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીની કુલ ૭૦ વિધાનસભા બેઠકોમાંથી ૬૨ બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે આઠ બેઠકો જીતી હતી.