ભારત અને નેપાળ સહિત ત્રણ દેશોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને નેપાળ સહિત ત્રણ દેશોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૧ રહી હતી. ત્યારે ભારતમાં પણ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તિબેટમાં બે જ કલાકમાં સાત વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં ૫૩ લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે ૬૨ થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. અહેવાલો અનુસાર, ભૂકંપ સવારે લગભગ ૬.૫૨ કલાકે આવ્યો હતો. નેપાળના કાઠમંડુ, ધાડિંગ, સિંધુપાલચોક, કાવરે, મકવાનપુર અને અન્ય ઘણાં જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર ભારતના ઘણાં શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જોકે, ભારતમાંથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.