ભારતમાં પણ HMPV નો પગપેસારો થતા ભારત સરકારે એડવાઇઝરી બહાર પડી

Share this Article:

નબળી ઈમ્યુન સિસ્ટમવાળા લોકોમાં આ વાયરસ ગંભીર બીમારીનું કારણ બની શકે

(સંપૂર્ણ સમાચાર સેવા)

દુનિયાભરમાં દહેશત મચાવી ચૂકેલી મહામારી કોવિડ ૧૯ બાદ હવે HMPV નામનો નવો વાયરસ દહેશત મચાવી રહ્યો છે જેણે હાલમાં જ ચીનમાં દસ્તક આપી. હવે ભારતમાં પણ આ બીમારીએ પગપેસારો કરી લીધો છે. એક જ દિવસમાં બે કેસ સામે આવતા ચિંતા પ્રસરી છે. ૮ મહિનાની બાળકી અને ૩ માસનું બાળક આ વાયરસની ઝપેટમાં આવ્યા હોવાનું કહેવાય છે.

દક્ષિણ ભારતીય રાજ્ય કર્ણાટકના પાટનગર બેંગ્લુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાયરસ મળી આવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનો ટેસ્ટ કર્યો નથી. એક ખાનગી હોસ્પિટલમાં તેના કેસ અંગે રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી. અત્રે જણાવવાનું કે HMPV વાયરસ સામાન્ય રીતે બાળકોમાં જ ડિટેક્ટ થાય છે. તમામ ફ્લૂ સેમ્પલોમાંથી ૦.૭ ટકા HMPV ના હોય છે. આ વાયરસનું સ્ટ્રેન કયો છે તે હજુ જાણી શકાયું નથી.

આ વાયરસને હ્યુમન મેટાન્યૂમોવાયરસ કે HMPV વાયરસ કહે છે. જેના લક્ષણો સામાન્ય રીતે શરદી-ઉધરસ જેવા હોય છે. સામાન્ય કેસોમાં તે ઉધરસ, નાક ગળવું કે ગળામાં ખારાશના લક્ષણો જોવા મળે છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV નું સંક્રમણ ગંભીર બની શકે છે. નબળી ઈમ્યુન સિસ્ટમવાળા લોકોમાં આ વાયરસ ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

એવું કહેવાય છે કે આ વાયરસમાં સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવાની મુશ્કેલી અને ફ્લૂ જેવા લક્ષણો દેખાય છે. હવે દિલ્હીના મેડિકલ ઓફિસર્સે વાયરસ સંલગ્ન પડકારોને પહોંચી વળવા માટે એડવાઈઝરી બહાર પાડી છે. હોસ્પિટલનો નિર્દેશ અપાયા છે કે ઈન્ફ્લૂએન્ઝા જેવી બીમારીઓના કેસો અંગે તરત IHIP પોર્ટલ દ્વારા જાણકારી આપવી.

શંકાસ્પદ કેસો માટે કડક આઈસોલેશન પ્રોટોકોલ અને સાવધાની વર્તવાની કહેવાયું છે. હોસ્પિટલોને નિર્દેશ અપાયા છે કે સટીક નિગરાણી સુનિશ્ચિત કરવા માટે SARI  કેસો અને લેબ તરફથી પુષ્ટ કરાયેલા ઈન્ફ્લૂએન્ઝાના કેસોનું યોગ્ય ડોક્યુમેન્ટેશન જાળવી રાખવું જરૂરી છે. તેમને ઓક્સીજનની સાથે સાથે હળવા લક્ષણોવાળા કેસોની સારવાર માટે પેરાસિટામોલ, એન્ટીહિસ્ટામાઈન, બ્રોન્કોડાયલેટર્સ અને કફ સિરપની ઉપલબ્ધતા જાળવી રાખવાના નિર્દેશ અપાયા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.