હવામાન વિભાગ દ્વારા ૨૪૦૦ કિલોમીટરના વિસ્તારમાં વિન્ટર સ્ટોર્મની આગાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સેન્ટ્રલ અમેરિકામાં વિન્ટર સ્ટોર્મની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સમયમાં અડધાથી વધુ અમેરિકા પર આની અસર વર્તવાની છે. હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું કે લાખો લોકોને આની અસર થશે અને ઈસ્ટ અમેરિકામાં ભયાનક વિન્ટર સ્ટોર્મ આવશે. જેના પરિણામે ઠંડી હવાઓ અને સ્નો ફોલ વધી જશે. આના લીધે ત્યાં રોજિંદા જીવનમાં જે ટ્રાવેલ કે અન્ય ક્રિયાઓ થતી હશે એના પર પણ માઠી અસર પડશે. આ વિન્ટર સ્ટોર્મની અસર ૬૦ લાખથી વધુ લોકો પર પડી શકે છે. આનાથી ઈસ્ટ અમેરિકા ઠંડુગાર બની જશે. આર્કટિક એર જેવા ડિપ ફ્રીઝ સ્થિતિ ઉત્પન્ન થશે.
નેશનલ વેધર સર્વિસે આગાહી કરી છે કે આ પ્રમાણેની સ્થિતિમાં જોરદાર હિમ વર્ષા થશે, બરફની ચાદર અડધા અમેરિકા પર ઢંકાઈ જશે અને ઠંડા પવનો પણ ફૂંકાશે. વિન્ટર સ્ટોર્મની વોર્નિંગ્સ અત્યારે વેસ્ટર્ન કંસાસથી કોસ્ટલ સ્ટેટ્સ ઓફ મેરિલેન્ડ, ડેલાવેર અને વર્જિનિયાજે સુધી જારી કરવામાં આવી છે. જે ૨૪૦૦ કિલોમીટરના વિસ્તારમાં વિન્ટર સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. આટલા ભાગમાં જોરદાર અસર જોવા મળી શકે છે.
મળતા અહેવાલ પ્રમાણે અમેરિકામાં વિન્ટર સ્ટોર્મ તેજી પકડશે. જેની અસર સેન્ટ્રલ પ્લેન્સથી મિડલ એટલાન્ટિક સુધી રહેશે. અહીં હિમ વર્ષાનું જોખમ પણ જોવા મળશે. એજન્સીએ વોર્નિંગ આપી છે કે નોર્થ ઈસ્ટર્ન કંસાસથી સેન્ટ્રલ મિસોરી સુધી ભારે હિમ વર્ષા થશે. જે દશકાઓમાં ક્યારેય નથી પડી એવી ઠંડી પડશે અને બરફથી આ પ્રદેશો ઢંકાઈ જશે. સાયન્ટિસ્ટે જણાવ્યું કે માણસોના લીધે જે ક્લાઈમેન્ટ ચેન્જ ઈશ્યૂ આવ્યો છે અને એનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
ભારે હિમ વર્ષાને પગલે કંસાસ સિટી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે ફ્લાઈટ ઓપરેશન્સ કેન્સલ કરવા પડ્યા હતા. રિપોર્ટ પ્રમાણે ન્યૂયોર્ક અને પેન્સેલ્વેનિયામાં અત્યારે હેવી લેક ઈફેક્ટ સ્નોની અસર જોવા મળી રહી છે. જે ગ્રેટ લેક્સથી આવી રહી છે. આનાથી ત્યાં ૨ ફૂટ એટલે ૬૧ સેમી સ્નો ફોલ થવાની ધારણા છે. ફોરકાસ્ટ કંપની એક્યુવેધરે જણાવ્યા પ્રમાણે શનિવારે આ વિસ્તારોમાં બરફની ચાદર ઢંકાઈ ગઈ હતી. આ વિન્ટર સ્ટોર્મના લીધે અમેરિકામાં ઠેર ઠેર ઝાડ પડી ગયા છે એટલું જ નહીં વીજળી પણ ગુલ થઈ ગઈ છે. પાવર સપ્લાય ઠપ થઈ ગયો છે જેની અસર સ્થાનિકોને પડી રહી છે.
હવે સ્થિતિ વધુ ગંભીર થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ લોન્ગ લાસ્ટિંગ પાવર આઉટેજ કંસાસથી સેન્ટ્રલ અપ્પલાશિયન સુધી રહેશે. ગત સપ્ટેમ્બરમાં ભયાનક હરિકેન આવેલું જેને સાઉથ ઈસ્ટર્ન સ્ટેટ્સ પર અસર છોડી હતી. હજુ સુધી ત્યાના લોકો આ હરિકેનથી થયેલા નુકસાનથી રિકવર નથી થઈ શક્યા એમાં વિન્ટર સ્ટોર્મ આવતા તેમની સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે. કેટંકીમાં બરફની ચાદર ઢંકાય એની પહેલા રોડ ડેમેજ, પાવર આઉટેજ સહિતનું નુકસાન આગામી ૨૪ કલાકમાં થવાની આગાહી છે. મિસોરી અને વર્જિનિયાનાં ગવર્નરે સ્ટેટ ઓફ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. તેમણે સોશિયલ મીડિયા થકી સ્થાનિકોને ચેતવ્યા છે.