ખેલ રત્ન અને ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કારોમાં કોઈ ક્રિકેટ ખેલાડીનો સમાવેશ નહિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત સરકારે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત ૪ ખેલાડીઓને ખેલ રત્ન પુરસ્કાર આપવાનો ર્નિણય કર્યો છે. જ્યારે ૩૨ ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળશે. મનુ ભાકર અને ડી ગુકેશ ઉપરાંત હોકી ખેલાડી હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ ખેલાડી પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. આ સિવાય ૩૨ ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે.
યુવા બાબતો અને રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કારો ૨૦૨૪ની જાહેરાત કરી હતી. જેમાં ૧૭ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ સવારે ૧૧ વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત થનારા વિશેષ સમારોહમાં એવોર્ડ વિજેતાઓને ભારતના રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરાશે. સમિતિની ભલામણોના આધારે અને યોગ્ય તપાસ બાદ, સરકારે નીચેના ખેલાડીઓ, કોચ, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને પુરસ્કારો આપવાનું નક્કી કર્યું છે. ત્યારે આ વખતે ખેલ રત્ન અને ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કારોમાં કોઈ ક્રિકેટ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જે આશ્ચર્યજનક છે. આ સાથે, ક્રિકેટ સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિનું નામ કોચની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યું ન હતું.
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર :
ડી. ગુકેશ, ચેસ
હરમનપ્રીત સિંહ, હોકી
પ્રવીણ કુમાર, પેરા-એથ્લેટિકસ
મનુ ભાકર, શૂટિંગ
અર્જુન પુરસ્કાર મેળવનારા ખેલાડીઓની યાદી :
૧. જ્યોતિ યારાજી (એથ્લેટિક્સ)
૨. અન્નુ રાની (એથ્લેટિક્સ)
૩. નીતુ (બોક્સિંગ)
૪. સ્વીટી (બોક્સિંગ)
૫. વંતિકા અગ્રવાલ (ચેસ)
૬. સલીમા ટેટે (હોકી)
૭. અભિષેક (હોકી)
૮. સંજય (હોકી)
૯. જર્મનપ્રીત સિંહ (હોકી)
૧૦. સુખજીત સિંહ (હોકી)
૧૧. સ્વપ્નિલ સુરેશ કુસલે (શૂટિંગ)
૧૨. સરબજોત સિંહ (શૂટિંગ)
૧૩. અભય સિંહ (સ્ક્વૉશ)
૧૪. સાજન પ્રકાશ (સ્વિમિંગ)
૧૫. અમન (કુશ્તી)
૧૬. રાકેશ કુમાર (પેરા તીરંદાજી)
૧૭. પ્રીતિ પાલ (પેરા એથ્લેટિક્સ)
૧૮. જીવનજી દીપ્તિ (પેરા એથ્લેટિક્સ)
૧૯. અજીત સિંહ (પેરા એથ્લેટિક્સ)
૨૦. સચિન સર્જેરાવ ખિલારી (પેરા એથ્લેટિક્સ)
૨૧. ધરમબીર (પેરા એથ્લેટિક્સ)
૨૨. પ્રણવ સુરમા (પેરા એથ્લેટિક્સ)
૨૩. એચ હોકાટો સેમા (પેરા એથ્લેટિક્સ)
૨૪. સિમરન જી (પેરા એથ્લેટિક્સ)
૨૫. નવદીપ (પેરા એથ્લેટિક્સ)
૨૬. નિતેશ કુમાર (પેરા બેડમિન્ટન)
૨૭. તુલસીમાથી મુરુગેસન (પેરા બેડમિન્ટન)
૨૮. નિત્ય શ્રી સુમતિ સિવન (પેરા બેડમિન્ટન)
૨૯. મનીષા રામદાસ (પેરા બેડમિન્ટન)
૩૦. કપિલ પરમાર (પેરા જુડો)
૩૧. મોના અગ્રવાલ (પેરા શૂટિંગ)
૩૨. રૂબિના ફ્રાન્સિસ (પેરા શૂટિંગ)
રમત ગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે અર્જુન પુરસ્કાર (લાઇફ ટાઇમ)
૧. સુચ્ચા સિંહ (એથ્લેટિકસ)
૨. મુરલિકાંત રાજારામ પેટકર ( પેરા સ્વિમિંગ )
દ્રોણાચાર્ય પુરસ્કાર (રેગ્યુલર)
૧. સુભાષ રાણા (પેરા શૂટિંગ)
૨. દિપાલી દેશપાંડે (શૂટિંગ)
૩. સંદીપ સાંગવાન (હોકી)
દ્રોણાચાર્ય પુરસ્કાર (લાઇફ ટાઇમ)
૧. એસ. મુરલીધરન (બેડમિન્ટન)
૨. અર્માંડો એગ્નેલો કોલાકો (ફૂટબોલ)
રાષ્ટ્રીય ખેલ રતન પુરસ્કાર
૧. ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા
મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી ૨૦૨૪
૧. ચંડીગઢ યુનિવર્સિટી (ઓવરઓલ વિનર યુનિવર્સિટી)
૨. લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (ફર્સ્ટ રનર અપ યુનિવર્સિટી)
૩. ગુરુ નાનક દેવ વિશ્વવિદ્યાલય, અમૃતસર (સેકન્ડ રનર અપ યુનિવર્સિટી)