નવા વર્ષની અનેક શહેરોમાં ઉત્સાહભેર ઉજવણી થઇ

Share this Article:

ન્યુઝીલેન્ડે સૌથી પહેલા કર્યું ૨૦૨૫નું સ્વાગત

(સંપૂર્ણ સમાચાર સેવા)

વિશ્વના અલગ-અલગ ભાગોમાં અલગ અલગ ટાઈમ ઝોનને કારણે દરેક દેશનું નવું વર્ષ અલગ અલગ સમયે શરૂ થાય છે. નવું વર્ષ સૌથી પહેલા કિરીટીમતી દ્વીપ (ક્રિસમસ આઇલેન્ડ) માં ઉજવવામાં આવ્યું હતું. તેનો સમય ભારતથી ૭.૩૦ કલાક આગળ છે. કુલ ૪૧ દેશો ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરે છે. ન્યુઝીલેન્ડના રહેવાસીઓએ પણ વર્ષ ૨૦૨૫નું જોરદાર સ્વાગત કર્યું હતું. ઓકલેન્ડના આઇકોનિક સ્કાય ટાવર ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. ન્યુઝીલેન્ડના ચથમ આઈલેન્ડમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

નવા વર્ષ નિમિત્તે વિશ્વના ઘણાં શહેરોમાં શાનદાર આતશબાજીનું આયોજન કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પર જબરદસ્ત આતશબાજી કરવામાં આવી હતી. જેને લાખો લોકો લાઈવ નિહાળ્યું હતું. કાઉન્ટડાઉન પછી, ન્યૂયોર્ક (અમેરિકા)માં ટાઇમ્સ સ્ક્વેર ખાતે અદભૂત આતશબાજી જાેવા મળ્યો હતો. રિયો ડી જાનેરો (બ્રાઝિલ)માં કોપાકબાના બીચ અને કેનબેરા (ઓસ્ટ્રેલિયા)માં લેક બર્લી ગ્રિફીન ખાતે નવા વર્ષ માટે વિશેષ શો પણ યોજવામાં આવે છે.

ન્યુઝીલેન્ડથી વર્ષ ૨૦૨૪નું આગમન સાથે ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત અનેક દેશોમાં પણ ઉજવણી ચાલી રહી છે. જાેકે શું તમે જાણો છો કે, નવું વર્ષ ૧લી જાન્યુઆરીએ ઉજવવામાં આવતું નથી. ૧ જાન્યુઆરીના રોજ નવું વર્ષ ઉજવવાની પરંપરા ખૂબ જૂનો ઇતિહાસ ધરાવે છે. તે ગ્રેગોરિયન કેલેન્ડર હેઠળ ૧૫મી સદીમાં ઓક્ટોબર ૧૫૮૨માં શરૂ થયું હતું. આ તારીખ પહેલા સમગ્ર વિશ્વમાં જુલિયન કેલેન્ડરનું પાલન થતું હતું. ત્યાં માત્ર ૧૦ મહિના હતા અને નવું વર્ષ નાતાલના દિવસે જ ઉજવવામાં આવ્યું હતું. પરંતુ આ પછી, એક અમેરિકન ફિઝિસિયન એલોયસિયસ લિલિયસે વિશ્વને એક નવું કેલેન્ડર આપ્યું. તેને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવામાં આવતું હતું જેમાં વર્ષનો પ્રથમ દિવસ ૧ જાન્યુઆરી માનવામાં આવતો હતો અને ત્યારથી ૧ જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવાની પરંપરા ચાલી આવે છે. ૧૫મી સદી પહેલા, માર્ચને વર્ષનો પ્રથમ મહિનો ગણવામાં આવતો હતો. અગાઉ નવું વર્ષ ૨૫ માર્ચ અથવા ૨૫ ડિસેમ્બરે ઉજવવામાં આવતું હતું.

રોમના પ્રથમ રાજા નુમા પોપલીસે રોમન કેલેન્ડરમાં થોડો બદલાવ કર્યો અને ૨ મહિના ઉમેર્યા. ત્યારપછી જાન્યુઆરી મહિનાને વર્ષનો પહેલો મહિનો માનવામાં આવે છે. કિરીટીમાટી ટાપુમાં નવા વર્ષની શરૂઆતની થોડી મિનિટો બાદ ન્યૂઝીલેન્ડના ટોંગા અને ચૈથમ ટાપુઓમાં પણ નવું વર્ષ ઉજવવામાં આવે છે. સૌથી છેલ્લે દક્ષિણ પેસિફિકમાં અમેરિકી સમોઆ અને નિયુ ટાપુઓમાં નવું વર્ષ ઉજવવામાં આવે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.