પત્નીની હત્યા કરનાર એરફોર્સનો પૂર્વ જવાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં ૨૦ વર્ષ પહેલા પત્નીની હત્યા કરનાર એરફોર્સનો પૂર્વ જવાનને સુરત ક્રાઇમની ટીમે વેશ પલટો કરી આરોપીને દબોચ્યો છે. ૨૦૦૪માં પત્નીના ચરિત્ર પર શંકા રાખી માથાના ભાગે લોંખડનો પાઇપ મારી પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. ૨૦ વર્ષ બાદ નાસતા ફરતા આરોપીને સુરત પોલીસે ધરપકડ કરી છે, જેના વીડિયો સામે આવ્યા છે.
સુરતમાં ૨૦ વર્ષ પહેલા પત્નીની હત્યા કરનાર એરફોર્સનો પૂર્વ જવાન આગ્રામાં ઓળખ બદલી કરિયાણાની દુકાન ચલાવતો હતો. પત્નીની હત્યા કરી આરોપીએ આગ્રામાં બીજા લગ્ન કરી દીધા હતા. બન્યું એવું કે, ૨૦ વર્ષ પહેલા રાંદેર વિસ્તારમાં આરોપીએ ૨૦૦૪માં પોતાની પત્નીના ચારિત્ર પર શંકા રાખી હતી. શંકાના આધારે આવેશમાં આવી માથાના ભાગે લોંખડનો પાઇપ મારી પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. કોઈને માલૂમ ન પડે એ રીતે પત્નીની હત્યા કરી આરોપી પતિએ મકાનને તાળું મારી દીધું હતું અને પોતાના પુત્રને લઇ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ત્યારે આ ગુનામાં પોલીસે ગુનો નોંધી સઘન તપાસ કરી હતી. આખરે ૨૦ વર્ષ બાદ આરોપી વિનોદ શર્મા પોલીસ ગિરફતમાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી આગ્રામાં છુપાયેલો છે. જેથી પોલીસે વેશપલટો કરી વિનોદ શર્માની ધરપકડ કરી હતી.