તપાસ દરમિયાન અનેક દસ્તાવેજ મળ્યા હોવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં વધુ નવા ખુલાસા થવા પામ્યા છે. સબ રજીસ્ટ્રાર કચેરીનાં પ્યૂનની પણ સંડોવણી ખુલી છે. પ્યૂન મનિષ હેરમા પણ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં સામેલ હતો. મનિષ હેરમા કોન્ટ્રાક્ટ બેઝથી કામ કરતો હતો. ઈડેક્સ રૂમની ડુપ્લીકેટ ચાવી મનિષે બનાવી હતી. પ્રદ્યુમનનગર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
રાજકોટ પોલીસે આરોપી હર્ષ સોનીનાં ફ્લેટમાંથી સ્ટેમ્પ કબ્જે કર્યા છે. દસ્તાવેજ બનાવવાનાં મશીન, સિલ્વર પેપર, સીપીયુ સહિતનું સાહિત્ય કબ્જે કર્યું છે. ૨-૨ લાખ રૂપિયામાં નકલી લેખ ભૂમાફિયાઓને વેચવામાં આવતા હોવાની વિગત સામે આવી છે. ભૂમાફિયા સુધી તપાસ લંબાય તો નવાઈ નહી.
રાજકોટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. આ તરફ હવે આશંકાને આધારે રજીસ્ટ્રાર કચેરીએ પ્રદ્યુમ્નનગર પોલીસને જાણ કરી છે. જેને લઈ ખાનગી ફ્લેટના ૯માં માળે આવેલા ફ્લેટમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ સાથે એવું પણ સામે આવ્યું છે કે, આ ખાનગી ફ્લેટના ૯માં મળે કરવામાં આવેલ તપાસમાં અનેક શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા છે. આ તરફ હવે રજીસ્ટ્રાર કચેરીના કરાર આધારીત કર્મચારીની સંડોવણીની પણ આશંકા છે.
આ તરફ સમગ્ર આશંકાને ગંભીરતાને જોતાં પોલીસ પણ એક્શનમાં આવી અને ખાનગી ફલેટના ૯ માળે આવેલ રહેણાક ફ્લેટમાં તપાસ હાથ ધરાઇ હતી. જોકે આ તપાસ દરમિયાન અનેક દસ્તાવેજ મળ્યા હોવાની વિગત સામે આવી છે. આ સાથે શંકાસ્પદ દસ્તાવેજને લઇ બંધ બારણે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.