PF ખાતાધારકો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ સિવાય ઇક્વિટીમાં પણ કરી શકશે રોકાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જો તમે કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરતાં હોવ તો, નવા વર્ષમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે EPFO તમારા હિતમાં તેના નિયમોમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યું છે, જે તમારે જાણવા જરુરી છે. હકીકતમાં કર્મચારીઓની હિતમાં EPFO દ્વારા કેટલાક નિયયોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ ફેરફારોનો હેતુ PF ખાતાધારકોને તેમના પેન્શન ફંડનો વધુ સારી રીતે ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
PF નિયમોમાં કરવામાં આવેલા ફેરફારોમાં કર્મચારીઓને નિવૃત્તિ પછી તેમની પેન્શનની રકમ માટે ઘણા દિવસો સુધી રાહ નહીં જોવી પડે. EPFO દ્વારા તમામ ખાતાધારકોને ATM કાર્ડ આપશે. જેમ તમે ATM કાર્ડની મદદથી બેંકમાંથી પૈસા ઉપાડો છો, તેવી જ રીતે તમે ATM કાર્ડની મદદથી કોઈપણ ATM માં જઈને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકશો. આ સુવિધા ૨૦૨૫ થી ચાલુ થઈ જશે.
હાલમાં કર્મચારીઓ તેમના મૂળ પગારના ૧૨ ટકા PF ખાતામાં ફાળો આપે છે. પરંતુ હાલમાં એક નિયમ પ્રમાણે PF ખાતામાં દર મહિને ૧૫ હજાર રૂપિયાથી વધુ રકમ PF ખાતામાં ન થવી જોઈએ. પરંતુ નવા ફેરફાર હેઠળ આ મહત્તમ મર્યાદા દૂર કરવામાં આવી છે. સરકાર કર્મચારીઓના મૂળ પગારના બદલે વાસ્તવિક પગારના આધારે PF માં યોગદાન નક્કી કરવા જઈ રહી છે. તેના અમલ પછી કર્મચારીઓ રિટાયરમેન્ટ સમયે મોટી રકમ જમા કરી શકશે. અને તેના બદલે તેમને વધુ પેન્શન પણ મળી શકશે.
EPFO તેના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ અપગ્રેડ કરવા જઈ રહ્યું છે. ત્યાર બાદ મોટાભાગના કામ માનવીય હસ્તક્ષેપ વિના ઑનલાઇન સંભવ બની શકશે. એટલ કે ખાતાધારકોનો ટાઈમ બચશે અને કામ ઝડપી બનશે. EPFO ઇક્વિટીમાં રોકાણની કેટલીક નવી શક્યતાઓ પર પણ વિચારણા ચાલી રહી છે. તે પછી PF ખાતાધારકો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ સિવાય ઇક્વિટીમાં પણ રોકાણ કરી શકે છે.