કુલ ૬૩૯ બાકીદારોને મિલકતવેરા વિભાગ દ્વારા અપાઈ નોટીસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર મહાનગરપાલિકાના મિલકતવેરા વિભાગ દ્વારા મિલકતવેરાની ૭૫% થી વધુ વસુલાત થતા બાકીના ૨૫% બાકીદારો પાસેથી વસુલાત માટે નોટીસ આપી સિલીંગ અને ટાંચ જમીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વેરા વસૂલાત માટે તંત્રએ લાલ આંખ કરતાં ૩૮ મિલકતોને સીલ માર્યા છે. તંત્રની આ કવાયતના પગલે બાકીદારોએ રૂ.૧૧ કરોડનો વેરો જમા કરાવ્યો છે.
ચાલુ નાણાકીય વર્ષમાં ડિજિટલ માધ્યમથી ૫૫,૧૪૩ કરદાતાએ રૂ. ૨૫.૭૯ કરોડ વેરો જમા કરાવ્યો હતો. ઓફલાઇન માધ્યમથી ૫૬,૭૬૯ કરદાતા પાસેથી રૂ. ૩૮.૩૫ કરોડની વસૂલાત થઈ છે. એકંદરે ૧,૧૧,૯૧૨ કરદાતાએ રૂ. ૬૪.૧૪ કરોડ જમા કરાવ્યા છે. કુલ વસૂલાતમાં ઓનલાઈનનો ફાળો ૪૦ ટકા રહ્યો હતો.
મિલકતવેરો ભરપાઈ નહીં કરનારા ૧ લાખથી વધુ રકમના કુલ ૬૩૯ બાકીદારોને ગાંધીનગર મનપાના મિલકતવેરા વિભાગ દ્વારા પ્રથમ અને આખરી નોટીસ આપી બીજાે રૂ. ૧૧ કરોડની વસુલાત થઈ હતી. આખરી નોટીસ આપ્યા બાદ પણ જે બાકીદારો દ્વારા મિલકતવેરો ભરપાઈ કરેલ ન હોય તેવા બાકીદારોને ટાંચ અને જપ્તી વોરંટ ઇસ્યુ કરી કુલ ૩૮ જેટલી મિલકતો સીલ કરાઈ છે.