પોલીસ આરોપીને ઘટના સ્થળે લઈ ગઈ રિકન્સ્ટ્રક્શન પણ કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભરૂચના આમોદમાં માનવતાને શર્મશાર કરે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક ૩૫ વર્ષના હવસખોરે એક ૭૨ વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે. જાેકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. સાથે જ પોલીસ તેને ઘટના સ્થળે લઈ ગઈ અને રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.
ભરૂચમાં હજુ તો ૧૦ વર્ષની બાળકીના દુષ્કર્મનો મામલો શાંત નથી પડ્યો ત્યાં તો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સાંભળીને તમને નવાઈ લાગશે કે ૩૫ વર્ષના હવસખોરે ૭૨ વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે. જેને લઈને પોલીસે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
બનાવની જો વિગતવાર વાત કરીએ તો આરોપીએ દોઢ વર્ષ પહેલા વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેને લઈને તે જેલમાં હતો જોકે જામીન પર બહાર આવ્યા બાદ ફરીવાર તેણે તે જ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું. જેને લઈને પોલીસે તેની ધરપકડ કરીને તેનો વરઘોડો કાઢ્યો હતો. આ આરોપીનું નામ શૈલેષ રાઠોડ હોવાનું સામે આવ્યું છે અને તેની શાનને ઠેકાણે લાવવા માટે પોલીસે તેનો વરઘોડો કાઢ્યો હતો. જેમાં પોલીસે તેને સાથે રાખીને ઘટના સ્થળે જઈને રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. આ આરોપીએ જે કૃત્ય કર્યું છે તેને લઈને મોટા ભાગના લોકો વિચારમાં મુકાઈ ગયા છે. માનવતાને શર્મશાર કરે તેવું કૃત્ય કરનાર આ આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી લીધી હતી. જેમાં ઘટનાની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદ લઈને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.