તમામ પોલીસ વડાઓને ૩૧ ડિસેમ્બર સુધી પ્રોહિબિશન ડ્રાઇવ ચલાવવા આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત રાજ્યમાં પ્રોહિબિશન કાયદાને વધુ મજબૂત કરવા માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ હતી. જેમા લેવાયેલ ર્નિણય અનુસાર રાજ્યભરના જિલ્લા પોલીસ વડાઓને આગામી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખીને દારૂ તથા નાર્કોટિક્સ પદાર્થોની હેરાફેરી અને સેવનને રોકવા માટે સઘન અભિયાન ચલાવવાના આદેશ આપવામાં આવ્યા છે. આ પ્રોહિબિશન ડ્રાઇવ ૩૧ ડિસેમ્બર સુધી ચાલશે અને દરેક સ્ટેશનને રોજિંદા કામગીરીના રિપોર્ટ સબમિટ કરવા ફરજિયાત કરાયા છે.
કડક કાર્યવાહી માટે માર્ગદર્શિકાઃ
૧. સઘન નાકાબંધી અને પેટ્રોલિંગ
૨. પડોશી રાજ્યોના માર્ગો પર કડક ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે, ખાસ કરીને દારૂના મુખ્ય પ્રવેશમાર્ગો પર. હાલમાં જ કડજોદરામાં રૂ. ૯૯ લાખનો દારૂ કબજે કરાયો હતો, જે DGP ના આદેશ બાદની પ્રથમ મોટી કાર્યવાહી હતી.
૩. નાગરિકોની સુરક્ષા
૩૧ ડિસેમ્બર સુધીના આ અભિયાન હેઠળ દરેક જિલ્લામાં દારૂ, નાર્કોટિક્સ અને અન્ય અનિયમિત પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા નિર્ધારિત સત્રો રાખવામાં આવશે. પોલીસને પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન પકડાયેલા મુદ્દામાલ અને કાર્યવાહીનો દૈનિક રિપોર્ટ મથક પર મોકલવાનું ફરજિયાત કરાયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂની હેરાફેરીના કિસ્સાઓ વધી શકે છે. તેથી, આ વખતે પોલીસે એડવાન્સ રણનીતિ અપનાવી છે. સમગ્ર રાજ્યમાં દારૂના પ્રવેશમાર્ગો પર ખાસ પેટ્રોલિંગ વધારવામાં આવશે.
૪. રાજ્યમાં શાંતિ જાળવવાનો પ્રયાસ
ગૃહ મંત્રાલયના આદેશ મુજબ, પ્રોહિબિશન ડ્રાઇવ રાજ્યની શાંતિ જાળવવા માટે મહત્વપૂર્ણ છે. નાગરિકોને દારૂના દૂષણથી મુક્ત અને સલામત માહોલ પૂરો પાડવા સરકારની આ અભિયાનને સફળ બનાવવાની મજ્બૂત તૈયારી પણ છે. આ અભિયાન રાજ્યમાં દારૂના દૂષણ સામે મજબૂત સંદેશ આપશે અને નાગરિકોની સુરક્ષાની ભાવના વધારશે.