ચોતરફ લોકોએ ધિક્કારની લાગણી વરસાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
તા.૨૪ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં ૧૦ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને લોકો ભૂલ્યા નથી. ત્યાં તો ભરૂચના આમોદથી વધુ એક હચમચાવી દેનાર ઘટના સામે આવી છે. આ ઘટનામાં ૩૫ વર્ષના યુવકે ૭૫ વર્ષની વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાના અહેવાલો સામે આવતાં ચોતરફ લોકો ધિક્કારની લાગણી વરસાવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના આમોદમાં એક ૩૫ વર્ષના યુવકે ૭૧ વર્ષની વૃદ્ધાને હવસનો શિકાર બનાવી છે. આમોદ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ અનુસાર આરોપી શૈલેષ રાઠોડે ખેતરની વાડીમાં વૃદ્ધા પર દુષ્કર્મ આચરી પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ અંગે ફરિયાદ નોંધતા ભરૂચ પોલીસે આરોપી શૈલેષ રાઠોડને પકડવા અલગ-અલગ ટીમો બનાવી માટે આકાશ પાતળ એક કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે આરોપી શૈલેષ રાઠોડે અગાઉન દોઢ વર્ષ પહેલાં આ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે પોલેસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી અને યુવકની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આરોપી જામીન પર છૂટ્યો હતો, ત્યારે ફરી આરોપી શૈલેષ રાઠોડે આ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ધિક્કારની વરસાવી રહ્યા છે. ભરૂચના ઝઘડીયામાં બનેલી દુષ્કર્મની ઘટનાએ દિલ્હીના ર્નિભયાકાંડની યાદ અપાવી દીધી છે. ૮ દિવસ સુધી જીંદગી સામે જંગ લડી રહેલી બાળકીનું અંતે મોત થયું છે.