પોલીસે રૂપિયા ૧.૪૩ લાખની હલકી કક્ષાની સિમેન્ટનો જથ્થો જપ્ત કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં હવે નકલી સિમેન્ટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. એટલે એક રીતે કહીએ તો સિમેન્ટના નામે લોકોને રીતસરનો ચૂનો જ લગાવવામાં આવ્યો છે.
સુરતમાં બ્રાન્ડેડ સિમેન્ટના નામે હલકી કક્ષાની સિમેન્ટના વેચાણનો પર્દાફાશ થયો છે. જેમાં ખટોદરા પોલીસે સિમેન્ટની ૪૧૦ બોરી જપ્ત કરી છે. અહીંયા બ્રાન્ડેડ સિમેન્ટની બોરીમાં ભળતી જ કંપનીનો સિમેન્ટ આપી ખેલ પાડવામાં આવ્યો હતો. પોલીસે રૂપિયા ૧.૪૩ લાખની હલકી કક્ષાની સિમેન્ટનો જથ્થો જપ્ત કર્યો છે અને ખટોદરા પોલીસે રાજેશ પટેલ સહિત બે લોકોની અટકાયત કરી છે. જાેકે આ કિસ્સો જોતાં હવે લોકોએ ઘર બનાવવા સિમેન્ટ પણ બ્રાન્ડેડ લેવી કે ન લેવી, અસલીના નામે કોનો ભરોસો કરવો તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે.