હવે નરોડામાં શેલ્બી હોસ્પિટલમાં PMJAY હોસ્પિટલ વિવાદ થયો

Share this Article:

ઓપરેશન બાદ દર્દીની તબિયત બગડતી અને થોડા દિવસોમાં મૃત્યુ થયું

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ નરોડાની શેલ્બી હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ સારવાર લઈ રહેલા ૬૨ વર્ષના દર્દીના મૃત્યુને લઈને વિવાદ ઉભો થયો છે. પરિવારજનો ડૉક્ટરની બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે.

નરોડામાં આવેલી શેલ્બી હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ સારવાર આપીને ૬૨ વર્ષીય દર્દીનું ૧૧ નવેમ્બર ૨૦૨૪ના રોજ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ દર્દીની તબિયત બગડતી ગઈ અને થોડા દિવસોમાં તેમનું મૃત્યુ થયું. અમદાવાદના નરોડા વિસ્તારમાં શેલ્બી હોસ્પિટલમાં ૮ નવેમ્બર ૨૦૨૪ના રોજ ગીર ગઢડાના એક ૬૨ વર્ષના વૃદ્ધ પગમાં તકલીફ થતાં PMJAY કાર્ડ હેઠળ સારવાર માટે દાખલ થયા હતા. ૧૨ ડિસેમ્બરના રોજ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઇને પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે વૃદ્ધના લીવર અને કિડની ખરાબ થઈ ગયા અને મગજનો લકવો થઈ ગયો હતો. જે બાદ દર્દીનું મોત થયું હતું.

મૃતકના પરિવારજન કિરણભાઈ દેસાઈએ જણાવ્યું કે નરોડાની શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની ભૂલના કારણે દર્દીનું મૃત્યુ થયું. PMJAY યોજના હેઠળ દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા છે, પરંતુ તકલીફ થાય છે એટલે ડોક્ટર છટકી જાય છે અને બીજી હોસ્પિટલમાં મોકલી આપે છે. પરિવારજનોનું કહેવું છે કે હોસ્પિટલે PMJAY યોજના હેઠળ કિડનીનો ઈલાજ કરવાની ના પાડી દીધી હતી અને સિવિલ હોસ્પિટલમાં જવા માટે કહ્યું હતું.

આ મામલે સ્થાનિક નરોડા પોલીસમાં અરજી પણ કરી છે. પગની નસ દબાતી હોવાની તકલીફ હોવાથી ઓપરેશન કર્યું તેમ છતાં તેઓની વધુ તબીયત બગડી અને ૧૨ ડિસેમ્બરના રોજ તેમનું મોત થયું હતું. ૩૦ દિવસ સુધી તેઓને સારવાર કરી પરંતુ મોટાભાગનો સમય તેઓ વેન્ટિલેટર પર જ રહ્યા છે ભાનમાં આવ્યા જ નથી. હોસ્પિટલની બેદરકારીના કારણે મૃત્યુ થયું હોવાના કારણે પરિવારજનોની માંગ છે કે, તેમને ન્યાય મળે અથવા પરિવારને સહાય કરવામાં આવે.

જોકે હોસ્પિટલ તંત્ર દાવો કરે છે કે દર્દીની તબિયત ગંભીર હતી અને તેમણે શ્રેષ્ઠ સારવાર આપી હતી. હોસ્પિટલનું કહેવું છે કે દર્દીને કોઈ અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા ન હતા. આ મામલે પોલીસ આગળની યોગ્ય તપાસ ચલાવી રહી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.