સુરતના આ પોલીસ સ્ટેશનને મળ્યું “દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન”નું બિરુદ

Share this Article:

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા એવોર્ડ એનાયત કરાયો

(સંપૂર્ણ સમાચાર સેવા)

દર વર્ષે ડીજીપી કોન્ફરન્સમાં દેશના શ્રેષ્ઠ ૧૦ પોલીસ સ્ટેશનની પસંદગી કરવામાં આવે છે. આ વર્ષે, ગુજરાતના સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનને “દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન”નું બિરુદ આપવામાં આવ્યું છે. ઓડિશામાં આયોજિત ત્રણ દિવસીય DGP કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અનિરુદ્ધ સિંહ ગોહિલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

દર વર્ષે DGP કોન્ફરન્સમાં દેશના શ્રેષ્ઠ ૧૦ પોલીસ સ્ટેશનની પસંદગી કરવામાં આવે છે. આ વર્ષે સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનને આ એવોર્ડ મળ્યો ત્યારે ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની છે.

દર વર્ષે DGP કોન્ફરન્સમાં દેશના શ્રેષ્ઠ ૧૦ પોલીસ સ્ટેશનની પસંદગી કરવામાં આવે છે. આ માટે કેસની તપાસ, નિવારણ, જાહેર સેવાઓ, કાયદો અને વ્યવસ્થાનું પાલન, જનસંપર્ક અને પેન્ડિંગ કેસોની સંખ્યા સહિત અનેક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. પોલીસની કામગીરી પર પ્રતિસાદ મેળવવા એજન્સીઓ તેમના પોતાના સર્વેક્ષણ દ્વારા સ્થાનિક લોકો સાથે સંપર્ક કરે છે. ઈચ્છાપોર પોલીસ સ્ટેશને સમગ્ર પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી, ખાસ કરીને ટ્રક ચોરીના કેસોની ઝડપી તપાસ અને પ્રતિબંધના મામલાઓની ગુણવત્તા સાથે, સ્ટેશન દેશના અન્ય પોલીસ સ્ટેશનોમાં ટોચનું સ્થાન ધરાવે છે.

ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અનિરુદ્ધ સિંહ ગોહિલે ૨૦૨૩થી આ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ પોલીસ સ્ટેશને ઘણી નોંધપાત્ર સફળતાઓ હાંસલ કરી હતી. તેમણે ૧૭ ફરાર આરોપીઓની ધરપકડ કરી અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કેટલીક યાદગાર કાર્યવાહી કરી. ઔદ્યોગિક વિસ્તારોને નિશાન બનાવી ટ્રક ચોરીના મામલા સામે કડક કાર્યવાહી કરીને ચોરીના બનાવો લગભગ રોકી દીધા હતા. ફોજદારી કેસોમાં પણ તટસ્થતાથી કામગીરી કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના મોર્ડનાઇઝેશન વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં, ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિવિધ માપદંડો પર શ્રેષ્ઠ ઠર્યું છે,ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે પણ પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટ એ.સી. ગોહિલે ગૌરવની ક્ષણ પર ભાવુક થઈને જણાવ્યું કે, “આ એવોર્ડ માત્ર મારો કે મારી ટીમનો નથી, પરંતુ સમગ્ર ગુજરાત પોલીસના નિષ્ઠાવાન અને પ્રતિબદ્ધ કાર્યનું પ્રતિબિંબ છે. આ સિદ્ધિએ સાબિત કરી દીધું છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સમાજ અને પોલીસ વચ્ચેનો સહયોગ કેટલો મહત્વપૂર્ણ છે. અમે જે ટેકનિકલ આધુનિકતા, નાગરિક સહકાર અને પ્રજાસેવાના ભાવ સાથે કામ કર્યું છે, તે જ આ પ્રદાન માટેનું મૂળ કારણ છે.”

PI ગોહિલે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારની ‘ત્રણ વાત અમારી, ત્રણ વાત તમારી’ પહેલે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો જે અભિગમ અપનાવ્યો છે, તે સફળતાનું મુખ્ય સ્તંભ છે. “આ પહેલને અમલમાં મૂકતા, નાગરિકો અને પોલીસ વચ્ચેનું અંતર ઘટ્યું છે અને લોકસહકારથી અમે વધુ પ્રભાવશાળી રીતે કામ કરી શક્યા છીએ. આ એવોર્ડ માત્ર ઇચ્છાપોર પોલીસ સ્ટેશન માટે જ ગૌરવ છે, એવું નહિ પરંતુ ગુજરાત પોલીસ તંત્ર માટે એક ઉત્સાહક પ્રેરણારૂપ છે. “આ સિદ્ધિ માત્ર સન્માન માટે નથી, પરંતુ ભવિષ્યમાં પણ નાગરિકોની સુરક્ષા માટે વધુ ઉત્સાહથી કામ કરવાની પ્રેરણા છે,” આ સિદ્ધિએ પોલીસ અને નાગરિકોની સંયુક્ત શક્તિઓને ઉજાગર કરી છે, અને આમાં ગુજરાતના પોલીસ તંત્રના આધુનિક અભિગમનું એક શાનદાર પ્રતિબિંબ જોવા મળે છે.

ગુજરાત માટે ગૌરવની વાત છે, એમ કહેતા પીઆઇએ ઉમેર્યું કે, “૨૦૧૯ પછી આ પહેલીવાર છે કે ગુજરાતના કોઈ પોલીસ મથકે શ્રેષ્ઠ પોલીસ મથક તરીકે રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કર્યું છે. આ માત્ર ઇચ્છાપોર પોલીસ સ્ટેશન માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્ય માટે એક પ્રેરણાદાયક ક્ષણ છે, જે ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.” આ પ્રતિષ્ઠિત એવોર્ડ સાથે, ઇચ્છાપોર પોલીસ સ્ટેશન નાગરિક સુરક્ષા મજબૂત બનાવવા અને પ્રજાજનો સાથેના સંબંધોને વધુ સુદ્રઢ કરવા માટે પ્રતિબદ્ધ છે. ડિજિટલીકરણમાં વધારો, આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ અને જનજાગૃતિ કાર્યક્રમોની યોજનાઓ સ્ટેશનના ભવિષ્યના મુખ્ય લક્ષ્યોમાં સામેલ છે. તેમણે કહ્યું કે, “આ સિદ્ધિ સમગ્ર ગુજરાત પોલીસના શ્રેષ્ઠ કાર્ય અને નાગરિક સહયોગના પરિપાકનું પ્રતિબિંબ છે. આ એવોર્ડ નાગરિકોની સુરક્ષા માટે વધુ ઊંચા ધોરણો સ્થાપિત કરવા અને પોલીસ સેવા પ્રત્યેના વિશ્વાસને મજબૂત કરવા તરફ રાજ્યને પ્રોત્સાહન આપશે.”

અંતે, તેમણે ઉમેર્યું હતું કે, એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી સુરતમાં આવીને, પ્રથમ એવોર્ડનું સેલિબ્રેશન વૃદ્ધાશ્રમમાં દિકરા અને દિકરી વિહોણા વૃદ્ધો સાથે કર્યું હતું,જેમણે હર્ષ સાથે આર્શિવાદ આપ્યા હતા.

શ્રેષ્ઠ પોલીસ મથક તરીકે પસંદગીના મુખ્ય માપદંડોઃ

૧)અપરાધ નિવારણ અને તપાસમાં સફળતાઃ ઈચ્છાપોર પોલીસ સ્ટેશને ૨૦૨૨ થી ૨૦૨૪ દરમિયાન મિલકત સંબંધી ગુનાઓમાં ૭૯% થી ૮૩% ડીટેક્શન દર નોંધાવ્યો હતો. નાસતા ફરતા ૨૪ આરોપીઓને ઝડપી પાડવા ઉપરાંત, ગુનાઓના ઝડપી નિકાલ માટે સ્ટેશનની કામગીરી પ્રસંશનીય રહી.

૨)નાગરિક પ્રતિસાદ અને પ્રજા ભાગીદારીઃવિશ્વાસ પ્રોજેક્ટના ભાગરૂપે ૧૮૦ થી વધુ ઝ્રઝ્ર્‌ફ કેમેરા સ્ટેશન વિસ્તારમાં સ્થાપિત કરીને નાગરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી. પ્રજાજનો સાથે પોઝિટિવ સંવાદ અને જનજાગૃતિ અભિગમે સ્ટેશનને નાગરિકો માટે વધુ વિશ્વાસપૂર્વકનું બનાવ્યું છે.

૩)મહિલા અને બાળ સુરક્ષા માટે વિશેષ આયોજનઃ શી-ટીમ દ્વારા મહિલાઓ અને બાળકો માટે સેલ્ફ ડિફેન્સ પ્રોગ્રામ તેમજ શાળાઓ અને કાર્યસ્થળો પર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા. તેમજ સાયબર ક્રાઈમ અવેરનેસ અભિયાન દ્વારા ટેક્નોલોજી સાથે જાેડાયેલા ખતરાઓ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા.

૪)મોડર્ન ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગઃ ગુનાઓના નિદાનમાં ઝ્રઝ્ર્‌ફ અને ડિજિટલ સાધનોનો પ્રભાવશાળી ઉપયોગ કરવામાં આવ્યો છે.સ્ટેશનના તમામ રેકોર્ડ્‌સનું ડિજિટલીકરણ પૂર્ણ કરીને પારદર્શકતા લાવવામાં સફળતા મળી.

૫)લોકપ્રિય અને પુરસ્કાર લાયક કામગીરીઃ ટ્રક ચોરીના ગુનાઓ ઉકેલવા તથા પ્રોહિબિશન કાયદાની મક્કમ અમલવારી માટેના પ્રયાસો ઇચ્છાપોર પોલીસ મથકને શ્રેષ્ઠ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયા.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.