પ્રિયંકા ગાંધી હાલમાં પોતાની બેગને લઇને છે ચર્ચામાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાજપના સાંસદ અપરાજિતા સારંગીએ સંસદ ભવન સંકુલમાં પ્રિયંકા ગાંધીને ૧૯૮૪ કે દંગે લખેલી બેગ આપી હતી. આ બેગ પર રમખાણોની તસવીરો હતી. જ્યારે અપરાજિતે પ્રિયંકા ગાંધી તરફ બેગ લંબાવી તો તેમણે પોતાની પાસે રાખી દીધી. આ બેગ પહેલી નજરમાં ૧૯૮૪ના રમખાણોની યાદ અપાવે છે. ૧૯૮૪માં દેશની રાજધાની દિલ્હીમાં ભયાનક રમખાણોમાં સેંકડો લોકોના અવસાન થયા હતા.
પ્રિયંકા ગાંધી અત્યારે પોતાની બેગને લઈને ચર્ચામાં છે. તે સતત નવી બેગ લઈને સંસદ ભવન પહોંચે છે. તેની બેગ પર કેટલાક નવા સ્લોગન પણ લખેલા છે. ક્યારેક અદાણી, ક્યારેક બાંગ્લાદેશ તો ક્યારેક પેલેસ્ટાઈન લખેલી બેગ હેડલાઈન્સ બનાવી રહી છે. દરમિયાન હવે બીજેપી સાંસદ અપરાજિતા સારંગીએ તેમને ૧૯૮૪ના રમખાણોની યાદ અપાવતી બેગ આપી હતી.
અપરાજિતા સારંગીએ પ્રિયંકા ગાંધીને જે બેગ આપી હતી તેના પર ૧૯૮૪ લખેલું છે. આ બેગ ૧૯૮૪ના રમખાણોની યાદ અપાવે છે. અપરાજિતાએ કહ્યું કે તે સંસદમાં નવી બેગ લાવે છે, તેથી મેં પણ તેમને બેગ ગિફ્ટ કરવાનું વિચાર્યું. આ બેગ ૧૯૮૪ના રમખાણોની યાદ અપાવે છે. UP ના CM યોગી આદિત્યનાથે સંસદ સંકુલની અંદર પેલેસ્ટાઈન લખેલી બેગ લઈ જવા બદલ પ્રિયંકા ગાંધીની ઝાટકણી કાઢી હતી.
આદિત્યનાથે વિધાનસભામાં શિયાળુ સત્રના બીજા દિવસે કહ્યું હતું કે કોંગ્રેસના એક નેતા પેલેસ્ટાઈનની થેલી લઈને સંસદમાં ઘૂમી રહ્યા છે અને અમે ઉત્તર પ્રદેશના યુવાનોને ઈઝરાયલ મોકલી રહ્યા છીએ. વાયનાડથી કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી સંસદમાં એક હેન્ડબેગ લઈને જતા જોવા મળ્યા હતા, જેના પર લખ્યું હતું, “બાંગ્લાદેશના હિંદુઓ અને ખ્રિસ્તીઓ સાથે ઉભા રહો.” આના એક દિવસ પહેલા, તે પેલેસ્ટાઈન લખેલી હેન્ડબેગ લઈને પહોંચ્યા હતા.