૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારની રાજધાનીમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં પટના રેલ SP અમૃતેન્દુ શેખરે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું છે કે, “રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ૮ પર અમુક યુવકો ઊભા હતા. આ લોકોને લઈને પોલીસને ગુપ્તચરે સૂચના આપી હતી. તેના પર કાર્યવાહી કરતા પોલીસે ૬ યુવકોને પકડી પોલીસ સ્ટેશને લઈ ગઈ અને ત્યાં તેમની સાથે પૂછપરછ કરી તો મોટો ખુલાસો થયો. આ તમામ મોબાઈલ, લેપટોપ ચોરી, ચેન સ્નેચિંગ કરવી, અટેચી લિફ્ટર, ગેરકાયદેસર દારૂની તસ્કરીમાં સામેલ હતા. તેમનું બહુ મોટું નેટવર્ક હતું.”
રેલ SP અમૃતેન્દુ શેખર ઠાકુરે જણાવ્યું કે, “રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. જાણકારી મળી હતી કે, આંતર રાજ્ય ટોળકીના સભ્યો લૂંટનું ષડયંત્ર કરી રહ્યા હતા. તેમને ચેકિંગ અંતર્ગત પકડી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી ૨૬ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. જેની કિંમત લગભગ ૩ લાખ ૯૦ હજાર આંકવામાં આવી છે.”
રેલ એસપીએ કહ્યું કે, “સૂચના મળતા પોલીસે સ્પેશિયલ ટીમ બનાવી અને હુરિયો બોલાવ્યો હતો અને ૬ લોકોની ધરપકડ કરી હતી. તેમાંથી ૨ બિહાર, ૩ ઝારખંડ અને ૧ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. આ લોકો વિવિધ રેલવે સ્ટેશન પરથી મોબાઈલ, પૈસા, બેગ લૂંટની ઘટનાને અંજામ આપતા હતા. રેલ એસપીએ કહ્યું કે, આંતરરાજ્ય ટોળકી અંતર્ગત આ લોકો કામ કરી રહ્યા હતા. મોબાઈલ લૂંટીને લોકલ માર્કેટ અને બીજી જગ્યાએ જઈને વેચી દેતા હતા.” રેલ એસપીએ કહ્યું કે, “આ તમામ સાથે અન્ય પાસાઓને લઈને પણ પૂછપરછ થઈ રહી છે. ગુનાહિત ઘટનાઓમાં તેમની સંડોવણીને લઈને પૂછપરછ થઈ રહી છે. તેમના વિશે ગુપ્તચર પાસેથી કેટલીય ઘટનાઓને લઈને જાણકારી મળી હતી. તેથી તમામ પુરાવાઓ અને કડીઓ જોડવામાં આવી રહી છે.”
રેલ એસપીએ કહ્યું કે, “ગોપાલગંજ એડીજીના બોડીગાર્ડનું કાર્બાઈન અને ૨૦ કારતૂસ ચોરીના મામલામાં કહ્યું કે, આ મામલા પર એસઆઈટી બનાવવામાં આવી છે. વિવિધ પાસા પર તપાસ થઈ રહી છે. આ ચોરીની ઘટના પટના જંક્શનથી થઈ ત્યારે પટના બક્સર ટ્રેનથી પોતાના ઘર આરા જઈ રહ્યા હતા. પોતાની બેગમાં કાર્બાઈન રાખીને ટ્રેનની સીટ ઉપર ટાંગીને તેઓ મોબાઈલ પર વાત કરવા લાગ્યા હતા. તે સમયે આ ઘટના ઘટી. જ્યારે તેમનું ધ્યાન ગયું તો, આમતેમ ફાંફા મારવા લાગ્યા. સામાન્ય કોચમાં આ ઘટના થઈ હતી.”