કિંગફિશર એરલાઇન્સ કેસમાં બમણી રકમ વસુલ કરવામાં આવ્યાનો વિજય માલ્યાએ દાવો કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ નાણામંત્રી ર્નિમલા સીતારમણે સંસદમાં આર્થિક અપરાધીઓ પાસેથી વસૂલવામાં આવેલી રકમ વિશે આપેલી માહિતીનો જવાબ આપ્યો છે. વિજય માલ્યાએ દાવો કર્યો છે કે કિંગફિશર એરલાઇન્સ કેસમાં તેમની પાસેથી વસૂલવામાં આવેલી રકમ ટ્રિબ્યુનલ દ્વારા નક્કી કરવામાં આવેલી રકમ કરતાં બમણી છે. મને રાહત આપવાની જરૂર છે.
લોકસભામાં સપ્લિમેન્ટરી ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સના પહેલા તબક્કા પર થયેલી ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું હતું કે ભાગેડુ વિજય માલ્યાની ૧૪,૧૩૧.૬ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકોમાં પરત કરવામાં આવી છે. તેના જવાબમાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ X પર લખ્યું હતું કે ડેટ રિકવરી ટ્રિબ્યુનલએ કિંગફિશર એરલાઇન્સનું દેવું ૬૨૦૩ કરોડ રૂપિયા નક્કી કર્યું છે. તેમાં ૧૨૦૦ કરોડ રૂપિયાનું વ્યાજ સામેલ છે.
નાણામંત્રીએ સંસદમાં કહ્યું, ED ના માધ્યમથી બેંકોએ મારી પાસેથી ૧૪,૧૩૧.૬૦ કરોડ રૂપિયા વસૂલ્યા છે, જ્યારે ૬,૨૦૩ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આખરે હું એક આર્થિક ગુનેગાર છું. જ્યાં સુધી ED અને બેંકો કાયદેસર રીતે સાબિત ન કરી શકે છે કે તેઓએ કેવી રીતે બમણાથી વધુ લોન વસૂલ કરી છે ત્યાં સુધી હું રાહત મેળવવાનો હકદાર છું, હું તેના માટે પ્રયાસ કરીશ.
માલ્યાએ સોશિયલ મીડિયા પર લખ્યું, મેં કિંગફિશર એરલાઇન્સ લોન અંગે જે પણ આપ્યું છે તે કાયદેસર રીતે ચકાસાયેલ છે. તેમ છતાં, ટ્રિબ્યુનલના ચુકાદામાં નક્કી કરવામાં આવેલી રકમ ઉપરાંત મારી પાસેથી ૮૦૦૦ કરોડ રૂપિયાથી વધુની વસૂલાત કરવામાં આવી છે. શું ખુલ્લેઆમ મને ગાળો આપનારાઓ સહિત કોઈ પણ વ્યક્તિ ઊભા થઈને આ ઘોર અન્યાય પર સવાલ ઉઠાવશે?
સરકાર અને મારા ઘણા ટીકાકારો કહે છે કે મારી પાસે જવાબ આપવા માટે CBI ના ફોજદારી કેસો છે. CBI દ્વારા નોંધાયેલા ગુનાહિત કેસો કયા છે? ક્યારેય એક રૂપિયો ઉધાર લીધો નથી, ક્યારેય ચોરી નથી કરી, પરંતુ કિંગફિશર એરલાઇન્સ લોનની બાંયધરી આપનાર તરીકે, મારા પર CBI અને અન્ય ઘણા લોકો દ્વારા IDBI બેંકના અધિકારીઓ પાસેથી ૯૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીથી લોન લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જ્યારે તેમની ક્રેડિટ કમિટી અને બોર્ડ દ્વારા તેને યોગ્ય રીતે મંજૂરી આપવામાં આવી હતી. તમામ લોન અને વ્યાજની ચૂકવણી કરવામાં આવી છે. નવ વર્ષ પછી પણ છેતરપિંડી અને ભંડોળની ગેરરીતિ અંગે કોઈ નિર્ણાયક પુરાવા કેમ નથી મળ્યા?