પોલીસે હત્યારા પુત્ર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દાહોદના ખેડા ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં અહીંયા માતા અને પુત્ર વચ્ચે જમવાનું બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બની જતા પુત્રએ માતાના માથાના ભાગે સ્ટીલનો કડછો મારી દેતા માતાનું મોત નિપજ્યું છે. સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા આરોપી પુત્ર સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર દાહોદના ખેડા ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સાંભળીને તમને પણ નવાઈ લાગશે કે અહીંયા એક પુત્રએ જે તેની માતાની હત્યા કરી નાખી છે. જેથી આ બનાવ હાલ જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એક પુત્ર માટે તેની માતા તેની દુનિયા હોય છે અને માતા માટે તેનો પુત્ર તેના માટે જીવથી પણ વધારે વ્હાલો હોય છે. જાેકે દાહોદના ખેડા ગામમાં જે ઘટના સામે આવી છે. તેને વિશે જાણીને સૌ કોઈનું કાળજું કંપી ગયું છે. આ હત્યા પાછળનું કારણ જ્યારે તમે જાણશો તો તમે પણ વિચારમાં મુકાઈ જશો. બનાવ સમયે માતા અને પુત્ર વચ્ચે જમવાનું બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે પુત્રએ ગુસ્સામાં આવીને ન કરવાનું કરી નાખ્યું. આવેશમાં આવીને પુત્રએ તેની જ માતાના માથા પર લાડવા અને સ્ટીલના કડછા વડે વાર કર્યો જેના કારણે તેની માતાનું કરુણ મોત નિપજ્યું. સમગ્ર મામલે માતાનું નામ સુરતા બાબુ બારીયા અને પુત્રનું નામ વિજય બારીયા હોવાનું સામે આવ્યું છે.