ખ્યાતી હોસ્પિટલ કાંડની પુછપરછમાં નીકળ્યું PMJAY યોજનાનું દેશવ્યાપી કૌભાંડ !!

Share this Article:

ગુજરાતની ટોળકી માત્ર ૧૫ મીનિટમાં બનાવી આપતી આયુષ્યમાન કાર્ડ

(સંપૂર્ણ સમાચાર સેવા)

ખ્યાતિ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ચાલી રહેલી તપાસમાં ગુજરાતની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે. આયુષમાન કાર્ડ સરકારી પોર્ટલની ટેકનીકલ ખામીનો દુરોપયોગ કરી વેબસાઈટ ઉપર જઈ ત્યાં SOURCE CODE સાથે ચેડાં કરી ગુજરાતમાં હજારો કાર્ડ બન્યા છે. નિયમોનુસાર ૨થી ૩ દિવસમાં બનતું આયુષ્યમાન કાર્ડ ગુજરાતની ટોળકી માત્ર ૧૫ મીનિટમાં બનાવી દેતી હતી. એ પણ આધાર પૂરાવામાં ચેડાં કરીને, આ એક કાર્ડ માટે ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયાનો ચાર્જ લેવાતો હતો. આ તો ફક્ત એક જ કૌભાંડ પકડાયું છે પણ સરકારી વેબસાઈટની ખામીને લઈને દેશભરની હોસ્પિટલોમાં આ પ્રકારનું કૌભાંડ ચાલતું હોય તો નવાઈ નહીં.

મોદી સરકારે આ યોજના ૨૦૧૮માં શરૂ કરી હતી. ભાજપના ચૂંટણી એજન્ડામાં આ યોજના પ્રાયોરિટીમાં હતી. ગુજરાતમાં ૨૦૧૮ થી ૨૦૨૨ સુધીમાં રાજ્યની સરકારી હોસ્પિટલો કરતાં ખાનગી હોસ્પિટલોને છ ગણા વધુ નાણાં આપવામાં આવ્યા છે. PMJAY યોજના હેઠળ સરકારી હોસ્પિટલોને માત્ર રૂ. ૫૦૯ કરોડ ચૂકવવામાં આવ્યા છે. ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલોને રૂ. ૨,૮૮૪ કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ યોજનાના લાભાર્થીઓ સામે સીધા સવાલો ઉઠ્‌યા છે.

ખ્યાતી મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલ માંથી મળી આવેલ ડોક્યુમેન્ટો તેમજ હોસ્પિટલ સ્ટાફની પુછપરછમાં આ ગુનાના કામે હોસ્પીટલના સંડોવણી હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું હતું. જેમની વિરુધ્ધમાં વિશેષ પુરાવાઓ મેળવવાની કાર્યવાહી કરતા હોસ્પીટલમાં PMJAY ડેસ્કનું કામ સંભાળતા કર્મચારી મેહુલ રાજેશભાઈ પટેલની પુછપરછ કરતાં મોટા ખુલાસા થયા છે.  આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ખ્યાતિના ડિરેક્ટર અને હાલમાં વિદેશ રહેલા કાર્તીક જશુભાઈ પટેલના કહેવાથી આરોપી ચીરાગ હીરાસીંગ રાજપુત દ્વારા આયુષમાન કાર્ડ નિમેશ દિલીપભાઈ ડોડીયા રહે. મ.નં. ૧૪૧/૮૮/૮ રાયચંદ મેઘરાજની ચાલી અમદુપુરા નરોડા રોડ અમદાવાદની મારફતે બનાવડાવતા હતા. દરેક કાર્ડ દીઠ આશરે રૂ. ૧૦૦૦ નીમેશ લેતો હતો. જે પ્રક્રીયા કાયદેસર ન હોવાની જાણકારી તેમને હતી. જેથી નિમેશ દિલીપભાઈ ડોડીયાની પૂછપરછ કરતાં તેમના દ્વારા જણાવવામાં આવેલ કે, પોતે જુદાજુદા ઓનલાઈન પોર્ટલ ચલાવતો હતો. આ પોર્ટલો મારફતે લોકોને જુદાજુદા કાર્ડો કઢાવી આપવાની કામગીરી કરતો હતો.  જેમાં આ પ્રકારે બનાવટી આયુષમાન કાર્ડ બનાવતા અન્ય રાજ્યોના તથા ગુજરાતના જુદાજુદા વોસ્ટેએપ ગ્રુપ તથા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને અન્યોના સંપર્કમાં આવેલ હતો.

તે ગ્રુપ મારફતે તેમના મો.ફઝલ રહે.કાલુપુર, અસ્પાક રહે. વટવા, નરેન્દ્રસિંહ ગોહીલ રહે. ભાવનગર, ઇમ્તીયાજ રહે. ભાવનગર તથા ઈમરાન રહે. સુરતનાઓ સાથે સંપર્ક થયેલો જે પણ આ પ્રકારે કાર્ડ બનાવવાની કાર્યવાહી કરતા હતા. નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહીલ રહે. પ્લોટ નં ૨૩૯૪/એ/૭, શ્રીજી ટેનામેન્ટ, શીવાજી સર્કલ, નટરાજ કોમ્પલેક્ષ પાછળ ભાવનગર, તથા ઇમ્તીયાજ કાદરભાઈ હવે જ રહે. મકાન નં ૬૦૧, ઉમેરા હાઈટસ ક્રેશન્ટ સર્કલ, કોર્ટ રોડ ભાવનગરનાઓને PMJAY યોજના માટે જરૂરી આયુષમાન કાર્ડનો કોટ્રાક્ટ ધરાવતી ENSER COMMUNICATION PVT.LTD કંપનીના કર્મચારી નીખીલભાઈ પારેખ નાઓએ લોગીન યુઝર આઈ.ડી. તથા જેનો લોગીન OTP  નરેન્દ્રસિંહના મોબાઈલ નંબર ઉપર આવતો હતો. જે યુઝર ID  ગેરકાયદેસર રીતે બનાવી આપી, જે પેટે તેઓ નરેન્દ્રસિંહ નાઓ પાસે માસીક ૮,૦૦૦/- થી ૧૦,૦૦૦/- સુધીની રકમ મેળવતા હતા.

પકડાયેલા આરોપી

કાર્તીક જશુભાઈ પટેલ (અમદાવાદ), ચિરાગ હરીસીંગ રાજપુત (અમદાવાદ), નિમેશ દિલીપભાઈ ડોડીયા (અમદાવાદ), મોહમદફઝલ શેખ (અમદાવાદ), મોહમદઅસ્પાક શેખ (અમદાવાદ), નરેન્દ્રસિંહ ગોહીલ, ઇમ્તીયાજ (ભાવનગર), રાશીદ (બિહાર), ઈમરાન જાબીર હુસેન કારીગર (સુરત) અને નિખીલ પારેખ (અમદાવાદ)

કોની છે કેવી ભૂમિકા…

૧. કાર્તીક પટેલ ના કહેવાથી ચીરાગ રાજપુતે નીમેશ ડોડીયા પાસે કાર્ડ બનાવડાવતો હતો જે કાર્ડ ના ૧૫૦૦/-થી ૨૦૦૦/- લાભાર્થી પાસેથી વસુલવામાં અવતા હતા. જેમા નીમેશ ને રૂ.૧૦૦૦/- મળતા હતા.

૨.  આરોપી નિમેશ દિલીપભાઈ ડોડીયા દ્વારા આયુષમાન કાર્ડ બનવવાના અલગ અલગ પોર્ટ્‌સ વાપરતો હતો જે પોર્ટલોમાં જુદાજુદા કાર્ડો બનાવી આપવાની જાહેરાત કરી અલગ અલગ લોકો ના સંપર્કમા આવેલ હતો. તેમજ જુદાજુદા વોસ્ટએપ તથા ટેલીગ્રામ ગ્રુપ મા જોડાયેલ હતો.

૩. આ ગ્રુપ મારફતે તે મો.ફઝલ, મો.અસ્ફાક, નરેન્દ્રસિંહ ગોહીલ અને ઈમ્તીયાઝ નાઓ સાથે સંપર્કમા આવેલ હતો.

૪. આ તમામ લોકો એ મળીને આશરે ૧૨૦૦ થી ૧૫૦૦ જેટલા આયુષમાન કાર્ડ સરકારી પોર્ટલ ની ટેકનીકલ ખામીનો દુરોપયોગ કરી વેબસાઈટ ઉપર જઈ ત્યાં SOURCE CODE સાથે ચેડા કરી કાર્ડો બનાવેલ હતા.

૫. નિમેશ ડોડીયા, નરેન્દ્રસિંહ ગોહીલ ને આયુષમાન કાર્ડ નુ ઈ-KYC  એર્પવ્ડ કરવા માટે ENSER COMMUNICATION PVT.LTD  કપંનીના નિખીલ પારેખ નાઓએ યુઝર આઈ.ડી. ગેરકાયદેસર રીતે બનાવી આપેલ હતુ જે પેટે તે માસીક ૮૦૦૦/- થી ૧૦૦૦૦/- લેતો હતો.

૬. આયુષમાન કાર્ડ બનાવવાનો કોન્ટ્રાક્ટ સરકાર દ્વારા એન્સર કપની ને આપવામા આવેલ છે. જેમા લેવલ-૧ સુધીની પ્રકીયા તેમના દ્વારા કરવામાં આવતી હોય છે.

૭. આ કાર્ડ બનાવવાની ખાતરી કરવા સારૂ અત્રેથી તમામ પ્રોસીજરની વીડીયોગ્રાફી કરી બનાવટી કાર્ડ બનાવવામાં આવેલ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.