સાત દિવસના પેરોલ મળતા આરોપી કેદી આવ્યો હતો ઘરે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢમાં દુષ્કર્મના આરોપીએ આત્મહત્યા કરી હોવાનુ સામે આવ્યું છે. સાત દિવસના પેરોલ મળતા આરોપી ઘરે આવ્યો હતો. પેરોલ પૂર્ણ થતાં ફરી જેલમાં ન જવું પડે એટલે પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે સૂત્રો દ્વારા માહિતી મળી છે.
મળતી માહિતી અનુસાર ઝેરી દવા પીને કેદીએ ઘરમાં જ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મીતુલ બારૈયા નામના આરોપીનું મોત થયું છે. જોકે ઘટનાને લઈ હવે પોલીસ આ બાબતે કાર્યવાહી કરી રહી છે.પેરોલ મેળવવા માટે કેદી અથવા તેના પરિવારના સભ્યો પેરોલ માટે જેલ પ્રશાસનને અરજી કરે છે. પેરોલનો સમયગાળો અને તેના માટેનું કારણ અરજીમાં સ્પષ્ટપણે ઉલ્લેખિત હોય છે.જેલ પ્રશાસન અરજીમાં આપેલા કારણોની તપાસ કરે છે. અરજીમાં આપવામાં આવેલી માહિતી સાચી છે કે નહીં તેની ચકાસણી સંબંધિત પોલીસ સ્ટેશન અથવા વહીવટી અધિકારીઓ પાસેથી કરવામાં આવે છે.