તમારી અંગ્રેજી અને હિન્દી સારી હશે એ નિશ્ચિત છે, પણ કર્મો સારા નથી ખડગેએ કર્યો કટાક્ષ

Share this Article:

સંસદમાં સીતારમણ અને ખડગે વચ્ચે શાબ્દિક પ્રહાર

(સંપૂર્ણ સમાચાર સેવા)

વડાપ્રધાન મોદીએ લોકસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. ત્યારે સંસદમાં સીતારમણ અને ખડગે વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું. બંધારણ પરની ચર્ચા દરમિયાન પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર હુમલો કરવા બદલ ર્નિમલા સીતારમણને આડે હાથ લેતાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, મારે તેમને જણાવવું પડશે કે મને પણ વાંચતા આવડે છે. મેં મ્યુનિસિપાલિટી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ર્નિમલા સીતારમણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેમની અંગ્રેજી અને હિન્દી સારી હશે એ નિશ્ચિત છે, પણ તેમના કર્મો સારા નથી.

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું કે, હવે અમારે તેમને કહેવું પડશે કે, અમે પણ થોડું-ઘણું વાંચતા આવડે છે. અમે તો મ્યુનિસિપાલિટી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેમણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. ચોક્કસપણે તેમની અંગ્રેજી સારી હશે, તેમની હિન્દી પણ સારી હોય શકે છે. બધું સારું હોઈ શકે, પરંતુ તેમના કર્મો સારા નથી.  ખડગેએ અહેમદ ફરાઝની શાયરી તુમ ખંજર ક્યોં લહરાતે હો…..’ થી સરકાર પર કટાક્ષ કર્યો હતો.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ‘જે લોકો રાષ્ટ્રધ્વજને નફરત કરે છે, જે આપણા ‘અશોક ચક્ર’ને નફરત કરે છે, જે બંધારણને નફરત કરે છે. આવા લોકો અમને શીખવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું હતું ત્યારે આ લોકોએ તેને સળગાવી દીધુ હતું. જે દિવસે બંધારણ અપનાવવામાં આવ્યું તે દિવસે તેમણે રામલીલા મેદાન (દિલ્હી)માં બાબાસાહેબ આંબેડકર, જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધીના પૂતળા સળગાવ્યા હતા.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ૧૯૪૯માં RSS ના નેતાઓએ ભારતના બંધારણનો વિરોધ કર્યો હતો કારણ કે, તે મનુસ્મૃતિ પર આધારિત નહોતું. તેમણે ન તો બંધારણ સ્વીકાર્યું કે ન તો તિરંગાનો સ્વીકાર કર્યો. ૨૬ જાન્યુઆરી ૨૦૦૨ના રોજ મજબૂરીમાં RSS મુખ્યાલયમાં પ્રથમ વખત તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. કારણ કે આ માટે કોર્ટનો આદેશ હતો. મલ્લિકાર્જુન ખડગેએ ઈન્દિરા ગાંધીની સરકારના સમયમાં બાંગ્લાદેશની આઝાદીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે એક લાખ લોકોને કેદ કરવા સરળ કામ નથી. પરંતુ આયર્ન લેડી ઈન્દિરા ગાંધીએ કહી દીધું હતું કે અમારી નજીક આવ્યા તો છોડીશું નહી.

કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે, લોકતંત્ર જે રીતે આગળ વધી રહ્યું છે તે ગર્વની વાત છે. તેમણે પ્રથમ વચગાળાની સરકારથી જ બંધારણની જોગવાઈઓ પર કાતર ચલાવવાથી લઈને પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની સરકારની અભિવ્યક્તિની આઝાદી પર કાતર ચલાવવા અને બંધારણ સભાના સદસ્ય કામેશ્વર સિંહનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને ઘેરી હતી. નાણામંત્રીએ પંડિત નેહરુ વિરુદ્ધ કવિતા લખવા બદલ મજરૂહ સુલતાનપુરીની ધરપકડ અને બલરાજ સાહનીની ધરપકડનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે, આપણે વાયદાઓથી ભારતને આગળ વધારવાની જરૂર છે. છેલ્લા ૭૫ વર્ષની યાત્રાનો ઉલ્લેખ કરતાં બંધારણને કોંગ્રેસને ઘેર્યું અને કિસ્સા કુર્સી કા ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનો પણ ઉલ્લેખ કર્યો.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.