ગેંગ નોટના બંડલમાં પહેલી અને છેલ્લી નોટ અસલી રાખી કરતા છેતરપીંડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં દિવસે ને દિવસે ક્રાઈમનો આંકડો વધી રહી રહ્યો છે. સુરતમાંથી બોગસ ડોકટરો બાદ હવે ૨.૫૦ કરોડથી વધુની નકલી ચલણી નોટો ઝડપાઈ છે.
મળતી માહિતી અનુસાર સુરતના ડીંડોલી પોલીસે ૩ આરોપીઓને નકલી ચલણી નોટ સાથે ઝડપી પાડ્યા છે. જેમાં મુંબઈથી બનાવટી નોટોનું સુરતમાં ઘુસાડવાનું કાવતરું કરાયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. નકલી નોટને બેંક સહિત અન્ય જગ્યા પર આપી છેતરપિંડી આચરવાનું કારસ્તાન ઘડાયુ હતું. ગેંગ નોટના બંડલમાં પહેલી અને છેલ્લી નોટ અસલી રાખતા હતા. જ્યારે બંડલની વચ્ચે બનાવટી નોટો રાખી છેતરપિંડી આચરતા હતા. જેને નીયોલ ચેકપોસ્ટ નજીકથી નકલી નોટ સાથે આરોપી ઝડપાયા હતા. ૫૦૦ થી ૨૦૦ના દરની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે.