RTO એ ફક્ત નવેમ્બર ૨૦૨૪ સુધી ૧,૫૭૫ જેટલા લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કર્યા

Share this Article:

ઈ મેમો ન ભરનાર સામે સખત કાર્યવાહી

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ શહેરમાં તથ્યા કાંડ અને રિપલ પંચાલ કાંડ જેવા બેફામ ડ્રાઇવિંગની ઘટનાઓ પછી પણ અમદાવાદની રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ ટ્રાફિકના ઉલ્લંઘન કરનારાઓ સામે પહેલા કરતાં વધુ સખત કાર્યવાહી કરી રહી છે. RTO એ માત્ર નવેમ્બર ૨૦૨૪ સુધી ૧,૫૭૫ જેટલા લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કર્યા છે – જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે.

જાન્યુઆરીથી નવેમ્બર ૨૦૨૪ સુધીમાં, અમદાવાદ RTO એ દરરોજ ચાર કરતાં વધુ લાયસન્સ સસ્પેન્ડ કર્યા અથવા રદ કર્યા છે. ૨૦૨૩ કરતા આ વર્ષે સૌથી વધુ લોકોના લાઈસન્સ સસ્પેન્ડ કે રદ થયા છે. છેલ્લા ૧૧ મહિનામાં ૧,૫૭૫ લાયસન્સની સરખામણીએ, ૨૦૨૩માં ૫૭૧ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે ૨૦૨૧માં અને ૨૦૨૨ આ સંખ્યા અનુક્રમે ૩૦૯ અને ૩૧૯ હતી. કોવિડ મહામારી ૨૦૨૦ દરમિયાન, લાઈસન્સ સસ્પેન્શનનો આંકડો નજીવો હતો.

નોંધનીય છે કે, આ વધારો માત્ર અમદાવાદ, અધિકારક્ષેત્રથી સંબંધિત છે. અધિકારીઓએ મોટર વાહન અધિનિયમ હેઠળ ટ્રાફિક કાયદાના કડક અમલીકરણને કારણે હવે લોકો જો ઈ-મેમો પણ નથી ભરતા તો તેમને લોક અદાલતની નોટિસ ફટકારવામાં આવે છે. જો ત્યાં જઈને પણ તેઓ ચલણની રકમ નથી ચૂકવતા તો કડક કાર્યવાહી રૂપે ઘણીવાર લાઈસન્સ સસ્પેન્ડ અથવા રદ પણ થઈ શકે છે.

RTO અધિકારીએ જણાવ્યું કે જે ડ્રાઈવરો વારંવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેમને રૂ. ૧,૦૦૦નો દંડ અને તેમના લાયસન્સને ત્રણ મહિના માટે સસ્પેન્શનનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષે જ અમદાવાદ ટ્રાફિક પોલીસે રાજ્યભરમાંથી ૭,૭૦૦ ગેરરીતિ કરનારા ડ્રાઇવરોને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી. JCP એન એન ચૌધરીએ જણાવ્યું હતું કે “અમે ગુનેગારોને ઓળખવા માટે ટ્રાફિક રેકોર્ડ્‌સ અને ચલણોનું વિશ્લેષણ કર્યું, જેમાંથી કેટલાક અમદાવાદમાં અન્ય જિલ્લાઓમાં નોંધાયેલા વાહનો વારંવાર ચલાવે છે. અમે સંબંધિત આરટીઓને યાદી મોકલી છે જેથી તેઓ પગલાં લઈ શકે.”

તેમણે ઉમેર્યું કે જીવલેણ અકસ્માતો ઘણીવાર કાયમી લાઇસન્સ રદ કરવા તરફ દોરી જાય છે, જ્યારે ઓછા ઉલ્લંઘનો જો ત્રણ કે તેથી વધુ વખત પુનરાવર્તિત થાય તો કામચલાઉ સસ્પેન્શન ટ્રિગર કરે છે. હેલ્મેટ વિના ટૂ વ્હિલર ચલાવવું અને રોંગ સાઇડ ડ્રાઇવિંગને રોકવા માટે કડક પાલન લાગુ કરવા કાયદાકીય દબાણથી પણ કાર્યવાહીમાં વધારો થયો હતો. અમદાવાદ RTO અધિકારી જે જે પટેલે જણાવ્યું હતું કે શહેરમાં વધતી જતી વાહનોની ગીચતાને લીધે પણ હવે આ સંખ્યામાં વધારો થયો છે.

“વર્ષે સરેરાશ ૨ લાખ વાહનો અમદાવાદમાં એડ ઓન જ થતા જાય છે. સિંધુભવન રોડના વિસ્તારની વાત કરીએ તો અહીં ટ્રાફિક નિયમ ભંગના કેસોમાં વધારો જોવા મળ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “જો RTO અને શહેર પોલીસ એકસાથે બેસી જશે, તો તેઓને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને વારંવાર સિગ્નલ તોડનારા ઘણા ડ્રાઇવરો મળી જશે. લાયસન્સ રદ કરવા ઉપરાંત, પુનરાવર્તિત ગુનાઓમાં સંડોવાયેલા વાહનોની પરમિટ અથવા નોંધણી રદ કરવી જોઈએ.”

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.